જૂનાગઢમાં ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી

0

જૂનાગઢ શહેરમાં આવેલા ગાંધીગ્રામ વિસ્તારમાં પરંપરાગત રીતે ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા દર વર્ષે નવરાત્રી મહોત્સવની ઉત્સાહભેર અને ભાવભેર ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. પ્રાચીન ગરબી એવી ગાંધીગ્રામ ગરબી મંડળમાં નાની બાળાઓ માતાજીના સુંદરમજાના રાસ-ગરબા રમી અને માતાજીની આરાધના કરે છે. ગઈકાલે નવરાત્રીના પ્રથમ નોરતાના પ્રારંભ સાથે નવરાત્રી મહોત્સવ ઉજવણીનો ભાવભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા યોજાતા નવરાત્રી મહોત્સવને સફળ રીતે ઉજવવા માટે ગાંધીગ્રામ ગરબી મંડળના વીરાભાઈ મોરી તેમજ તમામ સભ્ય, કાર્યકર્તાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવે છે. આ ઉપરાંત ગાંધીગ્રામ વિસ્તારના લોકો દ્વારા પણ સંપૂર્ણ સહયોગ આપવામાં આવે છે. ગઈકાલે નવરાત્રીના પ્રથમ દિવસે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, પૂર્વ મેયર અને ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ સહિતના આગેવાનોએ ગાંધીગ્રામ ગરબી મંડળની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને માતાજીની આરતીનો લાભ લીધો હતો.

error: Content is protected !!