જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજાડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાનાં નેતૃત્વમાં તથા દાસા૨ામ બિલ્ડર્સના અરવિંદભાઇ પાથર દ્વા૨ા સમાજના જરૂરીયાતમંદો માટેનું એક કાયમી કેન્દ્ર માનવતાની મહેક લોકલ ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢની કચેરીની બાજુમાં ઉભુ ક૨વામાં આવેલ છે. જે ‘‘માનવતાની મહેક”નું મુખ્ય કાર્ય એટલે સમાજના સાધન સંપન્ન સમૃધ્ધ લોકો પાસે રહેલી વધા૨ાની ચીજ વસ્તુઓ જેવી કે બાળકો, વૃધ્ધો કે મહિલાઓ માટેના કપડા, બુટ-ચપ્પલ, અભ્યાસ પુર્ણ કરેલા પુસ્તકો કે સુકો નાસ્તો જેવી ચીજવસ્તુઓ આ સ્થળે મુકી જાય અને જરૂરીયાતમંદો અહીંથી સન્માન પુર્વક લઈ જઈ શકે. ઉપરાંત સમાજના સમૃધ્ધ નાગરીકો કે જેઓ પોતાના બાળકોના જન્મદિવસ કે માતા- પિતાની પુણ્યતીથીએ પણ કોઇ જરૂરીયાતમંદો માટે ઉપયોગી ચીજવસ્તુઓ મુકી શકે, જેમની પાસે છે અને જેમની પાસે નથી એ બંન્ને વચ્ચેની કડી એટલે માનવતાની મહેક. આ માનવતાની મહેકનો પ્રારંભ ગઈકાલે તા.૩-૧૦-૨૦૨૪ના પ વાગ્યે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા તથા જિલ્લાના અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતીમાં જાહે૨ જનતા માટે ખુલ્લુ મુકવામાં આવેલ છે.