આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ભાગ રૂપે કિશોરી સંમેલનનું આયોજન જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી જૂનાગઢ દ્વારા “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત ડો. સુભાષ એકેડેમી તથા જ્યોતિ વિદ્યાલય બંધાળા જૂનાગઢ ગ્રામ્ય ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સોજીત્રા સાહેબ તેમજ દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી ભાડ સાહેબ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ હતું. જેમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસના મહત્વ, પોષણ, આરોગ્ય, બાળ લગ્ન તેમજ શિક્ષણનું જીવન માં મહત્વ અંગે ચર્ચા કરવામાં આવી અને સંસ્થા ની બહેનોના ચાર ગ્રુપ બનાવી લિંગભેદ, ઘરેલુ હિંસા, કિશોરા અવસ્થા, મહિલા લક્ષી યોજનાઓ આ ચાર મુખ્ય મુદ્દાઓ અંગે ગ્રુપ પ્રવુતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડ્ઢૐઈઉ ટીમના કૃપાબેન ખુંટ, ડેર મિનાક્ષી તેમજ ર્ંજીઝ્ર ટીમ વતી અંકિતાબેન ભાખર, (હ્લૐઉ)મનીષાબેન, શાળાના આચર્ય, શિક્ષણગણ તેમજ બહોળી સંખ્યામાં કિશોરીઓ ઉપસ્થિત રહી આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.