માં ચંદ્રઘંટાની પૂજા સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે. માતાજીની ઉપાસના શક્તિદાયક છે અને કલ્યાણકારી પણ છે. માતાજીનો રંગ સુવર્ણ સમાન છે અને દશ હાથ છે તેમાં ખડગધારી છે અને તલવાર, ત્રિશુલ, તિર સુશોભીત છે. માતાજીનું વાહન સિંહનું છે. માતાજીની ઉપાસનાથી અલૌકિક વસ્તુના દર્શન થાય છે અને દિવ્ય સુગંધનો અનુભવ થાય છે. માતાજીની ઉપાસનાથી બધા જ પાપો નષ્ટ થઈ જાય છે અને જીવનની બધી જ બાધાઓ દુર થઈ જાય છે. માતાજીની ઉપાસના સાવધાન થઈને કરવી અને સાથે ર્નિભય થઈને કરવી જરૂરી છે. માતાજીની ઉપાસનાથી પ્રેત પીડા દૂર થાય છે. સાધનામાં પવિત્રતાનો ખ્યાલ રાખવો જરૂરી છે. જાે પૂજામાં માતાજી ચંદ્રઘંટાની છબી ન મળે તો નવદુર્ગા માતાજીની છબી પણ પૂજામાં રાખી તેની પૂજા કરી શકાય છે. માતાજી ચંદ્રઘંટાની ઉપાસનાનો બીજ મંત્ર ઃ ૐ એ શ્રી શલ્યે નમઃ માતાજીનું નૈવેધ ઃ પંચામૃત અર્પણ કરવાથી બધા જ દુઃખો દૂર થાય છે.