દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં આવેલ બ્લુ ફલેગ સર્ટીફિકેટ ધરાવતા શિવરાજપુર બીચની નિયમાનુસારની જાળવણીના હેતુથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ કેટલાક પ્રતિબંધો લગાવ્યાં છે, જે અનુસાર શિવરાજપુર બિચ ઉપર ૫ કિલોમીટરની ત્રિજયામાં નિર્ધારિત વિસ્તાર ઉપર પ્લાસ્ટીકના ઉપયોગ કે વપરાશ, વાહનોની અવર-જવર, કચરો ફેંકવા, કેમ્પેઇન કરવા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. ઉપરાંત, નિયત સ્વિમ એરિયામાં વોટર સ્પોર્ટસ કે ફિશિંગની મનાઈ કરવામાં આવી છે. આ જાહેરનામું તા.૩૦-૧૧-૨૦૨૪ સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.