“વિકાસ સપ્તાહ”ની ઉજવણી અન્વયે વિવિધ કાર્યક્રમોના સુચારૂં આયોજન માટે જૂનાગઢ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી

0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી તરીકે ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે પ્રથમ વખત શપથ લીધા હતા. ત્યારે ૨૦૦૧થી ૨૦૨૪ સુધીની તેમની ૨૩ વર્ષની સર્વગ્રાહી યાત્રાની ગાથાને લોકો સુધી લઈ જવા માટે ૦૭ થી ૧૫ ઓક્ટોબર સુધી રાજ્યમાં “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. “વિકાસ સપ્તાહ”ની ઉજવણીનો પ્રારંભે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમ્યાન સપ્તાહમાં યોજાનારી વિવિધ પ્રવૃત્તિઓમાં વહીવટી તંત્ર સાથે નાગરિકો પણ સહભાગી બને અને ઉજવણીને સાર્થક બનાવે તે માટેના પ્રયાસો કરવા ઉપસ્થિત સૌ અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. આ સપ્તાહની ઉજવણી દરમિયાન વિકાસ પદયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિકાસ પ્રદર્શન, સોશિયલ મીડિયા-ડિજીટલ મીડિયા ઝૂંબેશ, સફળતાની ગાથા, યુવા વર્ગની સહભાગીતા, કલાસ્થાપત્ય, વિકાસ રથ, મહત્વના સ્થળોનું સુશોભન, ભીંત ચિત્રો માટે સ્પર્ધા, શાળા-કોલેજોમાં વિવિધ સ્પર્ધાઓ- પ્રવચનો વગેરે બાબતો અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકના અંતે સૌ અધિકારીઓએ દેશ માટે સમપિર્ત ભાવના સામુહિક ભારત વિકાસના શપથ લીધા હતા અને પ્રતિક્ષાનું વાચન કર્યું હતું. વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા ઓનલાઈન લઈ શકાય તે હેતુથી રંંॅજઃ//ॅઙ્મીઙ્ઘખ્તી.દ્બઅર્ખ્તદૃ.ૈહ/હ્વરટ્ઠટ્ઠિં-દૃૈાટ્ઠજ/ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. તેનો લાભ જિલ્લાના નાગરિકો લઈ શકશે અને પ્રતિજ્ઞા લીધા અંગેનું સટિર્ફિકેટ પણ પોતાનાન નામ વાળું મેળવી શકશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નિતીન સાંગવાન, મ્યુનિ. કમિશનર ડો. ઓમ પ્રકાશ, નિવાસી અધિક કલેક્ટર એન.એફ ચૌધરી સહિત સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!