બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે ધામધૂમ પૂર્વક મહિલા સંમેલન ઉજવાયું

0


બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે ગઈકાલનો સંપૂર્ણ દિવસ દાકતરી સલાહ અનુસાર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ માટે વિશ્રામ દિન હતો. તેઓ માત્ર પૂજા અને દર્શનાર્થે મંદિરમાં પધાર્યા હતા. આ સાયંસભાના કાર્યક્રમમાં મુખ્ય સભા મંડપમાં જૂનાગઢ બી.એ.પી.એસ મહિલા મંડળ દ્વારા આયોજિત ‘મહિલા સંમેલન’ ધામધૂમ પૂર્વક યોજાયું હતું. આજના ભૌતિક વાદના સમાજમાં જ્યારે સંસ્કારોના તો લીરે લીરા ઉડી રહ્યા છે ત્યારે પ્રત્યેક પરિવારને સંસ્કાર અને સત્સંગની અનિવાર્યતા છે અને દરેક ધર્મસમાજ માટે, સત્સંગનાં ઊંડાણ માટે, ભગવાને આપેલા ધર્મ અને નિયમ, પરસ્પર સંપ સુહૃદભાવ તથા આંતરિક સમજણના ત્રિવેણી સંગમની જરૂરિયાત છે. તેવા કંઈક બીજ વિચાર સાથે આ મહિલા સંમેલન કાર્યક્રમમાં વિવિધ રજૂઆતો વિડીયો દર્શન, મહિલા, યુવતીઓ, બાલિકાઓ દ્વારા પેશ કરાઈ હતી. કાર્યક્રમમાં શિશુ – બાલિકાઓ દ્વારા સ્તુતિ પ્રાર્થના ગાન અને નૃત્ય રજૂ થયું હતું. તો યુવતીઓ દ્વારા મંચ ઉપર બીજ વિચારના આધારે બે કલાસભર નૃત્યો અને સંવાદો સુંદર રીતે પ્રસ્તુત કરાયાં હતાં. આમંત્રિત મહેમાનોનાં હારતોરાથી ભાવભર્યા સ્વાગત બાદ બી.એ.પી.એસ મહિલા મંડળ સૌરાષ્ટ્ર ઝોનના વડા શ્રીમતી ઈલાબેન પટેલે પોતાનું વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ જૂનાગઢનાં આંગણે પધારેલા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનાં આગમનનું વિડીયો દર્શન કરાવાયું હતું. અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત છે કે આ મહિલા સંમેલનમાં મહંત સ્વામી મહારાજ સાથે વિચરતા ઠાકોરજી શ્રી અક્ષર પુરૂષોત્તમ મહારાજને પધરાવાયા હતા અને ઉમંગભેર તેમનાં પૂજન આરતી વગેરે વિવિધ વિધિ વડે અને પ્રેમ ભાવ વડે વધામણાં સહુ બાલિકા- યુવતીઓ તથા મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત મહિલા સંમેલનમાં આમંત્રિત મહિલા મહેમાનો ગીતાબેન પરમાર, પૂર્વ મેયર, જૂનાગઢ મહાનગરપાલિકા, જ્યોતિબેન વાછાણી, પૂર્વ મેયર, જૂનાગઢ મહાનગરપાલિકા, જ્યોતિબેન કોરડીયા, આમંત્રિત ગીતાબેન કોટેચા, જ્યોતિબેન દેવમુરારી, ઝ્રૈંડ્ઢ ક્રાઇમ બ્રાંચના દેવીબેન માલમ, પી.એસ.આઈ, ગીતાબેન માલમ, પૂર્વ ડેપ્યુટી મેયર, જૂનાગઢ મહાનગરપાલિકા, ભાજપ મહિલા અગ્રણી કનકબેન વ્યાસ, નિતાબેન દવે કોલમિસ્ટ અંતમાં આમંત્રિત મહેમાનોએ આ કાર્યકરોનો આભાર વિધિ કરવામાં આવ્યો હતો.

error: Content is protected !!