ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી જુદા જુદા ધાર્મિક સ્થળોએ જઈ અને લોકો સમક્ષ પોતે માતાજી હોવાનું જણાવી અને ઢોંગ કરતી એક વ્યક્તિને લોકોએ ઝડપી લીધી છે. જાણવા મળતી વિગત મુજબ છેલ્લા કેટલાક દિવસોથી માતાજીના નામ લઇ અને ખંભાળિયા તાલુકામાં આવેલા કેટલાક ધાર્મિક સ્થળોએ જઈ, અને પોતાને પૂજનીય ગણાવતા એક મહિલા કહેતા પુરુષને સ્થાનિક રહીશોએ ઝડપી લીધો હતો. ખંભાળિયામાં આવેલા સોનલ ધામ ખાતેથી આ વ્યક્તિને સમાજના યુવાઓ વડીલોએ શંકા જતા ઝડપી લઇ અને પૂછપરછ કરતા તેના દ્વારા આ ધતિંગ કરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું. અમરેલી પંથકના રહીશ એવા આ વ્યક્તિએ પોતે સ્ત્રી હોવાનું જણાવી અને તેના દ્વારા કરવામાં આવતા ધતિંગની કબુલાત પણ આપી, માફી પણ માંગી હતી. આ સાથે ખંભાળિયાના ચારણ ગઢવી સમાજના અગ્રણીઓ અને યુવાઓ દ્વારા ફરી આવું કૃત્ય કોઈ ન કરે એવી સખત કાર્યવાહી કરવામાં આવી હતી.