વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત ૨ થી ૮ ઓકટોબર દરમ્યાન વન્ય જીવોના સંરક્ષક અને સંવર્ધન અર્થે વન વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા જુદા-જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ભાણવડ તાલુકામાં મામલતદારના અધ્યક્ષ સ્થાને પુરૂષાર્થ શૈક્ષણીક સંકુલ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ભાણવડ પંથકમાં વન્ય જીવ બચાવ, સંરક્ષણ, અને સંવર્ધન અર્થે કામ કરતી સંસ્થા એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટના અશોકભાઈ ભટ્ટ, રણજીત કારાવદરા અને વાનાવડના સહદેવસિંહ જાડેજાને વન વિભાગ દ્વારા મામલતદાર, ટીડીઓ અને આર.એફ.ના હસ્તે “વન્ય જીવ સંરક્ષક એવોર્ડ” એનાયત કરાયો હતો. આ તકે ઉપસ્થિત સૌ અધિકારીઓ અને કર્મચારીઓએ એનિમલ લવર્સના સભ્યો દ્વારા થઈ રહેલી વન્યજીવ બચાવની પ્રવૃત્તિમાં વધુને વધુ લોકો જાેડાય તેવી અપીલ કરાઈ હતી.