શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજીત “વિવાહ ફાર્મ” ખાતે નવરાત્રી મહોત્સવ-૨૦૨૪માં યોજાયેલ રક્તદાન કેમ્પ

0

શ્રી સો.પ્ર. જ્ઞાતિ સોશ્યલ ગ્રુપની કાર્યસુચીને બીરદાવતા નાયબ જી. પ્રા. શી. રમેશભાઈ જેઠવા :રક્તદાન કેમ્પની મુલાકાત લઈ રક્ત દાતાઓનો ઉત્સાહ વધારતા ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા

શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ સોશિયલ ગ્રુપના વિનોદભાઈ ચાંડેગરા, લલીતભાઈ વરૂની સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, તારીખ ૯-૧૦-૨૪ને બુધવાર આસો સુદ સાતમના રોજ શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજીત ઝાંઝરડા ચોકડી રોડ, ખલીપુર ચોકડી પાસે, દેશી પકવાનની બાજુમાં આવેલ વીવાહ ફાર્મ ખાતે સુંદર મજાનું જ્ઞાતિજનો માટે નવરાત્રી મહોત્સવનું ભવ્યથી અતિ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં રોજ બરોજ જ્ઞાતિજનોને ઉપયોગી બનવાના શુભ સંદેશઓ સાથે કંઈકને કંઈક નવા વિચારોથી મયુર ભાવેશભાઈ ચાંડેગરાએ ભગવાન ભોળાનાથની પ્રતિકૃતિ બનાવેલ તેમજ અવની અશ્વીનભાઈ વાઢેર દ્વારા સરસ મજાના પેન્સિલ વર્કના ચિત્રો બનાવી સુશોભિત કરવામાં આવેલા છે. વિશેષમાં ભાવેશભાઈ ખોલીયાએ જણાવેલ હતું કે, જેમ સોનામાં સુગંધ ભળે તેમ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સૌ પ્રથમ માતાજીની આરતી પૂજન કરી રક્તદાન કેમ્પનું દીપ પ્રાગટ્ય(નાયબ પ્રાથમિક જીલ્લા શિક્ષણાધિકારી) રમેશભાઈ જેઠવા તથા જ્ઞાતિ અગ્રણીઓ અતુલભાઇ વિસાવાડિયા, પી.એ. ટાંક, ભગવાનજીભાઈ વાળા, હરસુખભાઈ ચાંડેગરા સહિતના લોકોના વરદ હસ્તે કરવામાં આવેલ હતું. આ પ્રસંગે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મહેમાન પદે ડો. ધવલ ગોહિલ, ડો. પ્રતીક ગોહિલ, ડો. ચિંતન મોરી, ડો. વીજય ભાલોડીયા, ડો. નિમીષ હીગરાજીયા, ડો. પ્રશાંત ગવાણીયા, ડો. પ્રતીક ટાંક, ડો. ચિરાગ માકડીયા, મનસુખભાઈ વાજા તથા ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી, સમીર દવે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ રક્તદાન કેમ્પમાં રક્ત દાતાઓ દ્વારા ૩૪ બોટલ રક્તનું દાન કરીને “રક્તદાન મહાદાન”ના સુત્રને સાર્થક કરેલ હતું. આ તમામ રક્તદાતાઓને જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ દ્વારા સુંદર મજાની ગિફ્ટ અર્પણ કરવામાં આવેલ હતી. આ કેમ્પને સફળ બનાવવા ડો. અર્ચિત ભરડવા, ડો. પરેશ ચાંડેગરા, સંજય બુહેચા, ડો. ઋતુજા કુકડીયા, ઉદય બુહેચા, કેવલ દેવળીયા, આશિષ ગિરનારા, માનસીબેન નેના, ધરતીબેન ડાભી, હેમન વરૂ સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી તેમ યાદીના અંતે જણાવેલ હતું.

error: Content is protected !!