પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સમક્ષ જૂનાગઢ બી.એ.પી.એસ બાળ- યુવા મંડળ દ્વારા ‘બાળ યુવા દિન’ની શાનદાર રજૂઆત કરાઈ

0

બી.એ.પી.એસ અક્ષર મંદિર ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પ્રાતઃ પૂજાનાં દર્શન આપ્યાં હતાં. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને જાણ થઈ હતી કે અમેરિકામાં બુધવારે ફ્લોરીડા ખાતે ટેમ્પામાં ૫ કેટેગરીનું ઇતિહાસનું અત્યાર સુધીનું મોટું ભયંકર વાવાઝોડું ‘હેરીકેન- મિલ્ટન ૨૫૦ કી.મીની પ્રતિ કલાકે ત્રાટકવાનું છે જેને લીધે લેન્ડ ફોલ , સમુદ્રકાંઠા વિસ્તારના ગામોમાં પાણીના પુર, ભારી વર્ષા વગેરે તબાહી થવાની છે. તેથી તેમણે પોતાની પ્રાતઃ પૂજા બાદ આ ત્યાંના લોકોને ભયંકર વાવાઝોડામાં જાનહાની ન થાય, ઓછી નુકશાની થાય, ભગવાન એ ભયંકર વાવાઝોડાને શમાવી દે તે માટે મહંત સ્વામી મહારાજે સભામાં ધૂન પ્રાર્થના કરી હતી. સાયંસભામાં જૂનાગઢ બી.એ.પી.એસ યુવક મંડળ તથા બાળ મંડળે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સમક્ષ શાનદાર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. જેને શ્રોતાગણોએ ખૂબ વધાવ્યો હતો. આજના સમાજમાં બાળ યુવા સમાજને જ્યારે કુસંસ્કારોની ઉધઈ ખાઈ જઈ રહી છે . જેમાં મોબાઈલની મોકાણ અને ખરાબ કુસંગ વધારે ભાગ ભજવે છે. આ બીજ વિચાર મુજબ બી.એ.પી.એસ બાળ વૃંદે ‘મોબાઈલની મોકાણ’ વિષયક સુંદર મોબાઈલ નૃત્ય રજૂ કર્યું હતું. તો જૂનાગઢ બી.એ.પી.એસના યુવકો અને બાળકો દ્વારા ‘કુસંગ’ વિષયક ‘સમ્રાટ કુસંગ’ નામે સુંદર સંવાદ રજૂ કર્યો હતો. સંવાદ બાદ યુવકોએ આજના સમાજમાં વાલી તથા બાળ યુવકો કુસંસ્કારોથી દૂર રહે, ધર્મમય બને, તેમનામાં નૈતિકતા સિંચાય તેની જાગૃતિ માટે પરમ પૂજ્ય મહંત સ્વામી સાથે પ્રશ્નોત્તર કર્યા હતા. પરમ પૂજ્ય મહંત સ્વામીએ તે પ્રશ્નો ઉપર સુંદર માર્ગદર્શન આપ્યું હતું. અંતમાં પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વચન બાદ બાળ યુવા પ્રવૃત્તિ સંભાળતા સંતોએ સૌ બાળ યુવકો વતી મહંત સ્વામી મહારાજને હારતોરાથી સનમાન્યા હતા. આ નિમિત્તે હજારો બાળ યુવકો સભામાં ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!