જૂનાગઢમાં બેટરીની ચોરી કરનાર યુવકને ઝડપી લેતી પોલીસ : ૧ર બેટરી જપ્ત કરાઈ

0

જૂનાગઢ શહેરમાં પોલીસે બેટરીની ચોરીમાં સંડોવાયેલા એક યુવકને ઝડપી લઈ તેની પાસેથી ચોરી કરાયેલી ૧ર બેટરી જપ્ત કરી અને તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢમાં બાઈકની બેટરી ચોરતો ર૪ વર્ષીય મહમદ ગફાર સોબરને પોલીસે ઝડપી લઈ ૧ર બેટરી કબ્જે કરી હતી. એ ડીવીઝનના સર્વેલન્સ પોલીસ સ્ટાફ ઈન્ચાર્જ પીએસઆઈ જે.આર. વાજાની ટીમ શહેરમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન જેલ રોડ ચાર રસ્તા પાસે એક શખસ પોતાના ખંભે બાચકું ઉપાડી આવતો જાેવા મળતા પોલીસને જાેઈને આડોઅવળ થવા લાગ્યો હતો. પોલીસે અલંકાર ટોકીઝ પાસે આવેલ નવાપરા લાઈનમાં રહેતો મહમદ સોબરને રોકી બાચકામાં ચેક કરતા બાઈકની અલગ-અલગ કંપનીની ૧ર ચોરાવ બેટરી મળી આવતા રૂા.૬૦૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પુછપરછમાં શખ્સે શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી બાઈકની બેટરી ચોરી હોવાની કબુલાત આપતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!