જૂનાગઢ-રાજકોટ રોડ પર આવેલા મહાસાગર પેટ્રોલ પંપમાં મોડી રાત્રીના આવેલા બે અજાણ્યા ઈસમો રૂા.૪૩ હજારની માલમતાની ચોરી કરી ગયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ ચોરીના બનાવમાં સીસીટીવી ફુટેજમાં જાેવા મળેલા અજાણ્યા ઈસમો હાથમાં રમકડાની બંધુક લઈને ઘુસી આવ્યા હતા અને મોબાઈલ, સ્વાઈપ મશીન સહિતની વસ્તુઓ ચોરી કરી ગયાનું બહાર આવેલ છે. આ બનાવ અંગેે પોલીસે આપેલ વિગત અનુસાર રામભાઈ નાથાભાઈ બોખીરીયા(ઉ.વ.૩૪) રહે.સ્વામીનારાયણ ગુરૂકુળની બાજુમાં વંથલી વાળાએ બે અજાણ્યા ઈસમ વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના બે અજાણ્યા ઈસમોએ તા.૯-૧૦-ર૪ના રાત્રીના આશરે સવા ત્રણ વાગ્યાથી સાડા ત્રણ વાગ્યાના અરશામાં ફરિયાદીના મહાસાગરના પેટ્રોલ પંપ ખાતે આવેલ ઓઈલ ઓફિસમાંથી તથા કંપાઉન્ડમાં જેમાં એક ઈસમે ઓઈલ ઓફિસમાં અંદર પ્રવેશ કરી ઓઈલ ઓફિસમાં રાખવામાં આવેલ વીવી ટીર પજી બ્લેક કલરનો મોબાઈલ ફોન જેની કિ.રૂા.૧૦,૦૦૦ તથા ઓપો કંપનીન ઓપો એપ૯ પજી સીલ્ક ગોલ્ડ કલરનો મોબાઈલ જેની કિ.રૂા.૧૦,૦૦૦ તથા પેટ્રોલ પંપનો રેડમી નોટ ૧ર બ્લેક કલરન મોબાઈલ ફોન જેની કિ.રૂા.૮૦૦૦ તથા આઈસીઆઈસીઆઈ બેંકનું પીઓએસ સ્વાઈપ મશીન જેની કિ.રૂા.૧પ૦૦૦ મળી કુલ ૪૩,૦૦૦ના મત્તાની ચીજવસ્તુની ચોરી કરી બંને ઈસમો મોટરસાઈકલમાં બેસી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.કે. ડામારો ચલાવી રહ્યા છે.