ખંભાળિયા અને ભાણવડ વિસ્તારમાં ગરબે ઘુમતી બાળાઓને લ્હાણી વિતરણ કરાયું

0

જામનગરના અગ્રણી મેરામણભાઈ ભાટુ દ્વારા અવિરત ધામિર્ક સેવા

ખંભાળિયા સહિત જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં નવરાત્રી દરમ્યાન બાળાઓ દ્વારા આદ્યશક્તિની ઉપાસના કરવામાં આવે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ આહિર અગ્રણી અને સેવાભાવી કાર્યકર મેરામણભાઈ ભાટુ દ્વારા ખંભાળિયા અને ભાણવડ તાલુકાના જુદાજુદા ગરબા મંડળોમાં બાળાઓને લ્હાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગર ભાજપના મહામંત્રી તેમજ દેવભૂમિ દ્વારકાના મહેન્દ્ર ટ્રેક્ટરના ડીલર મેરામણભાઈ ભાટુ દ્વારા નવરાત્રીના નવ દિવસ દરમિયાન રૂબરૂ જઈ અને તમામ ગરબા મંડળોમાં માતાજીની આરાધના કરતી બાળાઓને ઇનામો આપીને પુરસ્કૃત કરવામાં આવે છે. નવરાત્રીના પ્રારંભથી જ ખંભાળિયા તેમજ ભાણવડ વિસ્તારના જુદા જુદા ૧૩૨ જેટલા સ્થળોએ રૂબરૂ જઈને મેરામણભાઈ ભાટુ તેમજ તેમની ટીમ દ્વારા બાળાઓને લ્હાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ધામિર્ક સેવા પ્રવૃત્તિ કરીને ખરા અર્થમાં ધામિર્ક સેવા તેમજ લોકો વચ્ચે રહેવાનો આ પ્રયાસ કરીને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી રહ્યાનો ભાવ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ ભગીરથ કાર્ય માટે તેમને સેવાભાવી કાર્યકરોની ટીમનો પણ સાથ સહકાર મળી રહ્યો હતો.

error: Content is protected !!