ઇરાન દ્વારા નાટો દેશોના સંગઠન માફક મીડલ ઈસ્ટના દેશોનું બનાવવાની હિલચાલ ??!!

0

ઈઝરાયલ-ઇરાન વચ્ચેની તંગદિલી શું મીડલ ઈસ્ટના દેશોને નવો રાહ દર્શાવે છે ?

છેલ્લા એક વર્ષથી હમાસ-ઇઝરાઇલ્‌ વચ્ચે ચાલતાં હવાઈ હુમલા અને તેમાં એક પછી એક નજીકના દેશો ઉપર ઈઝરાયલ દ્વારા કરાતા હુમલામાં હિઝબુલ અને હ્યુટીની આંતરારાષ્ટ્રીય આંતકવાદી ત્રિપુટી જોડાતા હમાસથી શરૂ થયેલ ઈઝરાયલ આસપાસના દેશો વચ્ચેની તંગદિલીમાં યુનાઈટેડ નેશનના શાંતીના પ્રયાસોની અમલવારી થવાના બદલે આ વિવાદ મીડલ ઈસ્ટના અન્ય દેશો તરફે ફેલાઈ રહ્યો હોય અને દરેક દેશ હવે ઈઝરાયલને પાઠ ભણાવવાની તૈયારીમાં લાગી ગયા હોય તેમ હમાસ-હિઝબુલના મોટાભાગના ટોપથી બોટમ સુધીના આંતકવાદીઓનો ઈઝરાયલ દ્વારા સફાયો કરવા છતાં અહીં શાંતી થવાના બદલે હુમલાઓ વધુને વધુ તેજ બની રહ્યાં છે અને મીડલ ઈસ્ટમાં ટેનશન વધારી રહ્યાં છે અને આ યુદ્ધમાં અન્ય દેશોને જોડવા તરફ પરિસ્થિતિ જઈ રહેલ છે. જેમાં ગત સપ્તાહે ઇરાન દ્વારા અને હવે ઈઝરાયલ માટેના શાસ્ત્રો લઈ જતા એક જાહજને સિરિયા દ્વારા નષ્ટ કરવામાં આવ્યાનું, હ્યુટી દ્વારા યમનના પોતાના કબજાગ્રસ્ત વિસ્તાર ઉપરથી ઈઝરાયલ ઉપર હુમલો કરવો, ઇરાકના આંતકવાદીઓ દ્વારા તેમના કબ્જાગ્રસ્ત વિસ્તાર ઉપરથી હુમલા કરવાના બની રહેલા બનાવો વચ્ચે પણ કોઈને સીઝફાયર કરવું નથી અને મીડલ ઈસ્ટમાં હવે ઈઝરાયલ સામે કરો યા મરોની નીતિ અખત્યાર કરવામાં આવ્યા બાદ આવનાર પરિસ્થિતિ પામી ગયેલ અમેરીકા અને યુરોપના દેશો પણ હવે સીઝફાયર માટે ઈઝરાયલ ઉપર દબાણ કરી રહ્યાં છે. ત્યારે જ આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર અમેરીકા, યુરોપના દેશો દ્વારા બીજા વિશ્વ યુદ્ધ બાદ વિશ્વ યુદ્ધ કે અન્ય કોઈ દેશ દ્વારા હુમલો કરવામાં આવે તો એકબીજા દેશોને મદદરૂપ થવા સાથે લશ્કરના સૈનિકોને પણ આપવાની શરતો સાથે વર્ષ ૧૯૪૯ એપ્રિલ મહીનાની ૪ તારીખે થયેલ રચના એ અમેરીકાને જગત જમાદર બનાવવા સાથે વિશ્વના દેશો બે ભાગ ડેમોક્રેટિક કન્ટ્રી અમેરિકા અને કોમ્યુનિષ્ટ કન્ટ્રી રશિયાના સ્ર્પોટિંગ કન્ટ્રીમાં વિભાજિત થયેલ જે સમયે વિશ્વને શાંતીનો સંદેશ આપનાર ભારત દ્વારા નોન એલાઈન્સ (કોઈ સાથે નહીં)ના નારા વચ્ચે પોતાના સ્પોર્ટનું અલગ ઓર્ગેનાઈઝેશન બનાવેલ જેમાં સાઉથ આફ્રિકા અને તેમના દેશો અને એશિયાના દેશો મળી કુલ્લ ૫૭ દેશો દ્વારા આ સંસ્થા ચાલુ કરવામાં આવેલ. પરંતુ બીજા વિશ્વ યુદ્ધ બાદ બનેલ વિશ્વના દેશોના સંગંઠન યુનો મતલબ યુનાઈટેડ નેશનમાં વિશ્વના વિકસિત દેશોના ફંડથી ચાલુ થયેલ આ સંસ્થામાં ફક્ત વિશ્વના વિકસિત દેશોનું જ ભવિષ્યમાં વર્ચસ્વ રહે તે માટે આ સંસ્થામાં ફક્ત પાંચ દેશોને યુનાઈટેડ નેશન દ્વારા કરવામાં આવતી કામગીરીમાં હસ્તક્ષેપ કરવા કે અટકાવવાના વીટો પાવર આપવામાં આવતા ભારત દ્વારા અવિકસિત દેશોનું સંગઠન બનાવવામાં આવેલ તે હાલ કોઈ આવાજ વગરનું મૃત પાયઃ પરિસ્થિતિમાં ચાલી રહ્યું છે. ત્યારે હવે દુનિયાની પાયાની જરૂરિયાત તેવા ક્રુડ ઓઇલના ભંડારોને કારણે વિશ્વમાં આર્થિક રીતે અન્ય દેશોની સરખામણિમાં ટૂંક સમયમાં વિશ્વના વિકસિત થયેલ દેશો જેટલા સદ્ધર થતા તેમના દ્વારા વર્ષ ૧૯૬૦માં ઓપેક(ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્ષપોર્ટ કન્ટ્રી)ની રચના કરી વિશ્વના અન્ય દેશોને તેમની ટેકનોલોજીની તાકાત સામે પોતાની પેટ્રોલિયમ ભંડારોની તાકાતનું દર્શન કરાવેલ. ત્યારે હવે ઇરાન દ્વારા વિશ્વના ટેક્નોક્રેટ કન્ટ્રીના લશ્કરી સંગઠન નાટો સામે મીડલ ઈસ્ટના દેશોનું પણ તે પ્રકારનું સંગઠન બનાવાની બહાર આવેલ વિગતો અને આ વિચાર પાછળ અને તેના દોરી સંચારમાં કોમ્યુનિષ્ટ કન્ટ્રી રશિયા- ચાઈનાનો મહત્વનો ભાગ હોવાનુ નકારી શકાતું નથી. પણ આ શક્ય બને તેવા સંજોગો બહુ ઉજળા પણ જણાતા નથી કારણ કે ઇરાનની રાહબરી હેઠળ આ કાર્યવાહી થાય અને ત્યાંના મુસ્લીમો શીયા સંપ્રદાયના છે જેની વસ્તી વિશ્વના મુસ્લીમોની વસ્તીના ફકત ૨૦% છે. જ્યારે બાકીના ૮૦% સુન્ની મુસ્લીમોની વસ્તી છે અને તે સાઉદી અરબના વર્ચસ્વ હેઠળ હાલમાં છે. ત્યારે શિયાં સુન્ની વચ્ચેનો વિવાદ આ વિચારને સાકાર કરતો અટકાવી રહ્યાની શક્યતા નકારી શકાતી નથી. પરંતુ આ વિચાર આવનારા દિવસોમાં ક્યાંક ઇરાનમાં મોટી નવાજુની કરશે તેવું પણ યુદ્ધ નિષ્ણાંતો માની રહ્યાં છે જે આવનારો સમય દર્શાવશે.

error: Content is protected !!