ખંભાળિયા નજીક શોર્ટ સર્કિટના કારણે ઉભા મોલમાં આગ ભભુકી

0

ખંભાળિયા નજીકના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે એક વાડીમાં ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થતા અહીં રહેલા કપાસનો પાક બળી જવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ અંગે જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા નજીકના સલાયા રોડ ઉપર આવેલા વિસોત્રી ગામના પાટીયા પાસે એક આસામીની વાડીમાં સોમવારે બપોરે આશરે ૨ઃ૩૦ વાગ્યાના સમયે વાડીમાં રહેલા કપાસમાં એકાએક ભભૂકી ઉઠેલી આગ અંગે સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આથી જિલ્લાના ફાયર અધિકારી મીતરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ફાયર સ્ટાફના શિવરાજસિંહ, જયપાલસિંહ વિગેરેએ ફાયર ફાઈટર સાથે આ સ્થળે દોડી જઈ અને આગ પર કાબુ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટના લીધે આ આગ લાગી હોવાનું જાહેર થયું છે. જેમાં કપાસ બળી જતા ખેડૂતને નુકસાની થવા પામી હતી.

error: Content is protected !!