ખંભાળિયાના વિરમદળ ગામે અગમ્ય કુવામાં પટકાયેલા પરપ્રાંતિય યુવાનનું મૃત્યું

0

ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામના વાડી વિસ્તારમાં આવેલી ગાગજી વારી સીમમાં રહેતા આલાભાઈ કરસનભાઈ રાવલિયા નામના એક આસામીની વાડીમાં આવેલા આશરે ૭૦ ફૂટ ઊંડા અને ૪૦ ફૂટ પાણી ભરેલા કૂવામાંથી એક યુવાનનો મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ વાડી માલિક દ્વારા ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ફાયર સ્ટાફના જવાનોએ તાકીદે આ સ્થળે દોડી જઈ અને કૂવામાંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ મૃતદેહ મધ્યપ્રદેશ રાજ્યના વતની એવા અશ્વિન અજમેરસિંહ ડામોર નામના ૨૫ વર્ષના શ્રમિક યુવાનનો હોવાનું જાહેર થયું છે. મૃત્યું અંગેનું કોઈ ચોક્કસ કારણ જાહેર થયું નથી. જે અંગે પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાર્યવાહી કરી હતી.

error: Content is protected !!