નવી સાયકલ લેવાની જીદ પૂરી ન થતા સુરજકરાડીની તરૂણ વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો

0

ઓખા મંડળના સુરજકરાડી વિસ્તારમાં રહેતી ધર્મિષ્ઠાબેન દીપકભાઈ પરમાર નામની ૧૬ વર્ષની વિદ્યાર્થીનીને નવી સાયકલ લેવી હોય, એ અંગેની જીદ પોતાના પરિવારજનો સમક્ષ કરી હતી. કોઈ કારણોસર તેમના પિતાએ સાયકલ ન લઈ આપતા જિદ્દી અને ઉગ્ર સ્વભાવની ધર્મિષ્ઠાબેને ગઈકાલે સોમવારે આવેશમાં આવી અને પોતાના ઘરે પોતાના હાથે સાડી વડે છતના હૂકમાં ગળાફાંસો ખાઈ લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા દીપકભાઈ પરસોતમભાઈ પરમારએ મીઠાપુર પોલીસને કરી છે.

error: Content is protected !!