ખેડૂત અને વન વિભાગની સતર્કતાથી સિંહ બાળનો જીવ બચ્યો : વન વિભાગ દ્વારા રેસ્કયુ કરી એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો
સુત્રાપાડાના લોઢવા ગામે આજે વહેલી પરોઢે એક બાળ સિંહ ખુલ્લા કુવામાં ખાબકયો હતો. જાે કે ખેડૂત દ્વારા તાત્કાલિક વન વિભાગને જાણ કરતાં વન વિભાગની રેસ્કયુ ટીમ દ્વારા ત્રણેક કલાકની જહેમત બાળ સિંહને સહી સલામત કુવામાંથી બહાર કાઢી બચાવી લેવાયો હતો. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર આજે વહેલી સવારે અંદાજે ચારેક વાગ્યાના સુમારે લોઢવા ગામે સાતમાનો પા વાડી વિસ્તારમાં રહેતા ચુડાસમા રમેશભાઈ દાનાભાઈની વાડીમાં ચારેક સિંહનો સમૂહ આવી ચડ્યો હતો જે પૈકી એક બાળ સિંહ ખુલ્લા કૂવામાં ખાબકયો હતો. ખેડૂત રમેશભાઈને કૂવામાં કંઈક પડ્યાનો અવાજ આવતા કુવામાં જાેતાં એક સિંહ કૂવામાં હોવાનું જણાતા તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં રેન્જ ફોરેસ્ટર એન.એમ.પંપાણીયા, ડી.વી.મકવાણા, શીતલબેન ગોરડ, મોહિતભાઈ વૈષ્ણવ સહિત ટ્રેકર ગાર્ડની રેસ્કયુ ટીમ તુરંત ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સિંહને કુવામાંથી બહાર કાઢવા કવાયત હાથ ધરી હતી. અંદાજે ત્રણેક કલાકની જહેમત બાદ બાળ સિંહને વનની રેસ્કયુ ટીમ દ્વારા સહીસલામત બહાર કાઢી લેવાયો હતો. વન વિભાગના જણાવ્યા અનુસાર અંદાજે ૧ થી દોઢ વર્ષના આ બાળ સિંહને સારવાર અર્થે અમરાપુર એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ હાડ થીજાવતી ઠંડી વચ્ચે વહેલી પરોઢે ખુલ્લા કુવામાં ખાબકેલ સિંહબાળ ઠંડીના કારણે વધુ જાેખમી સ્થિતિમાં હતો જાે કે ખેડૂત અને વન વિભાગની રેસ્કયુ ટીમની સમયસૂચકતાના કારણે બળ સિંહનો જીવ બચી જવા પામ્યો હતો.