જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સવા બે વર્ષ પછી સફેદ વાઘની જાેડીનું આગમન થયું છે. ૨૬ ડિસેમ્બર- ગુરૂવારથી પ્રવાસીઓ તેને જાેઇ શકાશે.આ અંગે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના નિયામક અક્ષય જાેષીએ જણાવ્યું હતું કે,ભારત સરકારના સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા એનીમલ એક્ષચેન્જ પ્રોગ્રામ ચાલે છે. જે અંતર્ગત જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય અને રાજકોટના પ્રદ્યુમન પાર્ક વચ્ચે ભારત સરકારના સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની મંજૂરીથી એનીમલ એક્ષચેન્જ પ્રોગ્રામ નક્કી કરાયો હતો. આમાં જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી ૧ જાેડી સિંહ(નર અને માદા)ને રાજકોટના પ્રદ્યુમન પાર્કને મોકલવામાં આવ્યા છે. જેના બદલામાં રાજકોટથી ૧ જાેડી સફેદ વાઘ(નર અને માદા)ને જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં લાવવામાં આવ્યા છે. દરમ્યાન સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની ગાઇડ લાઇન મુજબ સફેદ વાઘની જાેડીને ૨૧ દિવસ સુધી ક્વોરન્ટાઇન ફેસેલીટીમાં રાખવામાં આવ્યા હતા. હવે ક્વોરન્ટાઇન સમય પૂરો થતા વાઘની જાેડીને જંગલ સફારી રૂટમાં મુકવામાં આવ્યા છેે. બુધવારે સક્કરબાગમાં રજા હોય ગુરૂવારથી પ્રવાસીઓ સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘની જાેડીને જાેઇ શકશે.જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં સવા બે વર્ષ પહેલા છેલ્લા વાઘનું મોત થયું હતું. આમ, સવા બે વર્ષ પછી પ્રવાસીઓ વાઘને નિહાળી શકશે. દરમ્યાન વધુમાં મળતી વિગત અનુસાર ગુજરાતમાં કોઇપણ જગ્યાએથી એનિમલ એક્ષ્ચેન્જ પ્રોગ્રામ હેઠળ સિંહ મોકલવાનો હોય તો સૌપ્રથમ ઝૂએ મુખ્યમંત્રી કાર્યાલય પાસેથી આની પરવાનગી મેળવવી પડે છે. ત્યાંથી પરવાનગી મળ્યા બાદજ સિંહ બીજા રાજ્યમાં મોકલી શકાય છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સમયથી આ નિયમ અમલી બનાવાયો છે. સફેદ વાઘ પશ્ચિમ બંગાળમાં આવેલ સુંદર વન વિસ્તારમાં જાેવા મળે છે. સફેદ વાઘ સામાન્ય વાઘની જેમજ હોય છે. ફક્ત તેમના શરીરમાં આવેલા મેલાનીન અભિરંજકની ઉણપના કારણે તે સફેદ દેખાય છે. સફેદ વાઘની આંખનો કલર બ્લુ તથા પગના પંજાનો કલર ગુલાબી હોય છે. સફેદ વાઘ સામાન્ય વાઘ કરતા શરીરે વજનદાર હોય છે. સફેદ વાઘની લંબાઇ નાકથી પુંછડી સુધી ૯.૮ ફૂટથી લઇને ૧૦ ફૂટ સુધીની થઇ શકે છે. જાે દિલ્હીની સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી એનિમલ એક્ષ્ચેન્જ પ્રોગ્રામ હેઠળ એક ઝૂમાંથી પ્રાણીઓના બદલામાં અપાતા પ્રાણી બીજા ઝૂને મોકલવાની પરવાનગી આપે તો આ રીતે અદલાબદલી કાયદેસર છે. ટેક્નિકલ, વૈજ્ઞાનિક તેમજ આર્થિક કારણો જેતે ઝૂએ રજૂ કરવા પડે. સફેદ વાઘને જાેવા માટે પ્રવાસીઓએ વધારાના ૫૦ રૂપિયા ચૂકવવાની તૈયારી રાખવી પડશે. કારણ કે આ વાઘ કોઇ પાંજરામાં નહિ હોય. જાે પાંજરામાં વાઘ હોય તો તમે માત્ર ૪૦ રૂપિયાની ટિકીટમાં જાેઇ શકત. પરંતુ આ વાઘને જંગલ સફારી રૂટ ઉપર રાખવામાં આવશે. ત્યારે જંગલ સફારી રૂટમાં જવા માટે પ્રવાસીઓએ વધારાના ૫૦ રૂપિયાની ટિકીટ લેવી પડે છે તેમ જાણવા મળે છે.