કોળી સમાજના સમસ્ત વાળા પરિવાર દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં સ્નેહ મિલન યોજાયું

0

નાવદ્રા ખાતે બોહોળી સંખ્યામાં લોકો વચ્ચે સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો

ગીર સોમનાથ જીલ્લાના નાવદ્રા ગામે કોળી સમાજના સમસ્ત વાળા પરિવાર દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં સ્નેહ મિલન યોજાયું હતું. જેમાં વાળા પરિવારના મોભી રામભાઈ વાળા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતીમાં સમસ્ત વાળા પરિવારના સ્નેહમિલનનું સફળ આયોજન થયું હતું. કોળી સમાજના વાળા પરિવારના સ્નેહ મિલનનો ચિલો વાળા કુટુંબના વડિલ છગનભાઈ વાળાએ જસદણથી ચિતર્યો હતો ત્યારથી રાજ્યના અલગ અલગ સ્થળોએ વાળા પરિવાર દ્વારા દર વર્ષે સ્નેહમિલન યોજાય છે. આ વર્ષે નાવદ્રા ગામમાં ઉના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને વાળા પરિવારના મોભી રામભાઈ વાળાની ઉપસ્થિતીમાં સ્નેહમિલનનું આયોજન કરાયું હતું. જેમાં ગીર-સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર જીલ્લાઓના વાળા કુટુંબો સહભાગી બન્યા હતા. વાળા પરિવારના યુવા અગ્રણી તેમજ વેરાવળ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પાંચાભાઈ વાળાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ. આ સ્નેહમિલનને સફળ બનાવવા કારેજના રમેશભાઈગોવિદભાઈ વાળા, માંગરોળ, શેરિયાજના અરવિંદભાઈ કાનાભાઈ વાળા, સંજયભાઈ વાળા, વેરાવળ નગરપાલિકાના પૂર્વ સભ્ય નિલેશભાઈવાળા તેમજ સુત્રાપાડાથી શિક્ષક અરશીભાઈ વાળા વગેરે યુવાનોની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. આ સ્નેહમિલન પ્રસંગે સ્વરૂચિ ભોજનનું પણ આયોજન થયું હતું. આ પ્રસંગે ઉનાના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ, ગીર સોમનાથના યુવા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, બાબુભાઈ પરમાર ચેરમેન બાંધકામ સમિતિ જિલ્લા પંચાયત ગીર સોમનાથ, રાજવીર સિંહ ઝાલા ઉપપ્રમુખ જીલ્લા પંચાયત ગીર સોમનાથ, માનસિંગભાઈ પરમાર પૂર્વ પ્રમુખ જીલ્લા ભાજપ ગીર સોમનાથ જયંતિભાઈ સોલંકી, પ્રમુખ ગુજરાત કોળી બોટ એસોસિયેશન દિલિપભાઈ બારડ, મહામંત્રી જિલ્લા ભાજપ ગીર સોમનાથ રમેશભાઈ કેશવાલા, મંત્રી જિલ્લા ભાજપ દેવાભાઈ ધારેશા, પૂર્વ પ્રમુખ શહેર ભાજપ રાજુભાઈ ગઢીયા, નગર સેવક વેરાવળ કિશન જેઠવા, નગરપાલિકા સદસ્ય સુરેશભાઈ ગઢીયા, નગરપાલિકા સદસ્ય રાજાભાઈ ચારિયા, પૂર્વ સદસ્ય જીલ્લા પંચાયત નરેન્દ્રભાઈ ઝાલા, પ્રમુખ તાલુકા પંચાયત વેરાવળ ખીમા વાજા, પ્રમુખ તાલુકા પંચાયત સુત્રાપાડા પ્રદ્યુમ્નભાઈ ડોડીયા, પ્રમુખ તાલુકા ભાજપ વેરાવળ પ્રતાપભાઈ બામણીયા, પ્રમુખ તાલુકા ભાજપ ભરતભાઈ બાકુ, ઉપપ્રમુખ તાલુકા પંચાયત વેરાવળ રાજશી રાઠોડ, ચેરમેન તાલુકા પંચાયત વેરાવળ તેમજ જિલ્લા પંચાયતના સદસ્યોઓ, તાલુકા પંચાયતના સદસ્યોઓ, સરપંચઓ, ઉનાથી ડી.કે. વાજા, જૂનાગઢથી કે.બી. પરમાર, ભારતીબેન પરમાર સેલટેક્સ, તથા સમસ્ત નાવદ્રા ગામના આગેવાનો, વડીલો, યુવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમની શોભા વધારે હતી.(તસ્વીર ઃ જાદવભાઈ ચુડાસમા)

error: Content is protected !!