માંગરોળ શહેર અને બંદર વિસ્તારમાં કચરાએ ફરી મોંકાણ સર્જી

0


માંગરોળ શહેર અને બંદર વિસ્તારમાં કચરાએ ફરી મોંકાણ સર્જી છે. નજીકના શાપુર ગામે ગૌચરની જમીનમાં શહેરભરનો કચરો, મૃત પશુઓના અવશેષો સહિતની ઠલવાતી ગંદકીથી ત્રસ્ત ગ્રામજનોના ઉગ્ર વિરોધ વચ્ચે ન.પા.એ છેલ્લા કેટલાક દિવસથી ત્યાં કચરો નાંખવાનું બંધ કર્યુ છે. દરરોજ ટનના હિસાબે એકઠો થતો કચરો ઠાલવવો ક્યાં ? એ તંત્ર માટે પેચીદો સવાલ બન્યો છે. પરિણામે હાલ વિવિધ વિસ્તારોમાંથી ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની કામગીરીને બ્રેક લાગી ગઈ છે. બીજી બાજુ કચરાના પોઈન્ટ જાણે ઉકરડાનું ઘર બન્યા છે. શહેરમાંથી દબાણ હટાવવાની કામગીરી વચ્ચે માખી, મચ્છરોના ઉપદ્રવનો કારક અને લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર એવો કચરા, ગંદકીનો પ્રશ્ન જ વિસરાઈ ગયો છે. સ્વચ્છતાની મસમોટી જાહેરાતો વચ્ચે કચરાની વર્ષોથી પેધી ગયેલી સમસ્યા ઉકેલવામાં તંત્ર નિષ્ફળ નિવડ્યુ છે. છાશવારે ઉદભવતી આવી બદતર સ્થિતિ છતાં પ્રજા પાસેથી પૂરો સફાઈવેરો વસુલાઈ રહ્યો છે. ત્યારે તેમાં કોઈ રાહત મળશે ખરી ? તેવો કટાક્ષ લોકોમાં થઈ રહ્યો છે.

error: Content is protected !!