જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનમાં ડસ્ટબિન ફાળવણી બાદ જાહેર જનતાનો સારો પ્રતિસાદ મહાનગરપાલિકા દ્વારા કડકપણે અમલવારી કરવામાં આવશે

0

જૂનાગઢ મહાનગરપાલિકા સેનિટેશન શાખાની એક અખબારી યાદીમાં જણાવાયેલ છે કે, સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત જુનાગઢના શહેરીજનોને તેમજ જૂનાગઢ મહાનગર વિસ્તારમાં મિલ્કત ધરાવતા મિલ્કતધારકોને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્યે ડસ્ટબિન વિતરણ કરવામાં આવેલ છે, જેમાં જૂનાગઢ મ્યુનીસીપલ કમિશ્નર ડો. ઓમપ્રકાશ દ્વારા આ અંગેનું આયોજન કરવામાં આવેલ જેમાં ડેપ્યુટી કમિશ્નરઓના માર્ગદર્શન હેઠળ સેનિટેશન સુપ્રિટેન્ડેન્ટ કલ્પેશભાઈ ટોલિયા તેમજ તેમની ટીમ દ્વારા અગાઉ સોશીયલ મીડિયા તેમજ જાહેર પત્રિકાનું વિતરણ તેમજ દૈનિક અખબારી યાદી દ્વારા સેગ્રીગેશન કરી સુકા ભીના કચરાને અલગ અલગ રાખવાની લોકોને સમજણ આપવામાં આવેલ જે અન્વયે તા.૧-૧-૨૦૨૫થી આપવામાં આવેલ સુકા/ભીના કચરા માટેની અલગ અલગ ડસ્ટબિનોનો કચરો ડોર ટુ ડોર કલેક્શન વાહનમાં નાખવા માટેની શરૂઆત કરવામાં આવેલ આજના દિવસે જેમની પાસે અલગ અલગ ડસ્ટબીનમાં સુકો અને ભીનો કચરો હોઈ તેવા મિલકતધારકો પાસેથી કચરાને એકત્ર કરવામાં આવેલ તેમજ આ અભિયાનમાં સુકો ભીનો કચરો અલગ અલગ ના આપનાર આસામીઓને ગુલાબનું ફૂલ અર્પણ કરી નમ્રપણે અપીલ કરી હવેથી કચરો અલગ અલગ આપવા પ્રેરિત કરવામાં આવેલ તથા લોકોને કચરો સેગ્રીગેટ કરવા અંગે સમજણ આપવામાં આવેલ. વધુમાં જેમનો કચરો સુકો અને ભીનો અલગ અલગ ના હોય તેવી વ્યક્તિ પાસેથી હવેથી કચરો અસ્વીકાર કરવામાં આવશે તથા નિયમ મુજબનો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે, જેની તમામ શહેરીજનોને નોંધ લેવા અખબારી યાદીમાં જણાવાયેલ છે.

error: Content is protected !!