ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ ખેડૂતોને સિંચાઈ માટે ખારા ડેમમાંથી રૂા.૪૬,૪૦૦ની રકમ ભરી પાણી છોડાવ્યું

0

બાંટવા ખારા ડેમમાંથી દર વર્ષની જેમ આ વર્ષે પણ રવિ પાક માટે સિંચાઈ માટેનું પાણી છોડાવવાની કરેલ રજૂઆત સફળ થઈ

૮૪ કુતિયાણા-રાણાવાવ વિધાનસભા બેઠકના લોક લાડીલા ધારા સભ્ય કાંધલભાઈ જાડેજા તેમના મત વિસ્તારના લોકો માટે અને ખેડૂતો માટે ખારા લોક પ્રહરી રહ્યા છે. આ વિસ્તારની જનતા અને ખેડૂતોને જયારે પણ કોઈ પણ પ્રશ્ન કનડતો હોય ત્યારે તેઓની પડખે હંમશા હમદર્દ રહ્યા છે. છેલ્લા ૧૨ વર્ષ થી પણ વધુ ખેડૂતોને સિંચાઈની જરૂરિયાત પડે ત્યારે કાંધલભાઈ જાડેજા તેઓની વ્હારે આવ્યા. ત્યારે દર વર્ષની જેમ આ ઓણ સાલ પણ ખેડૂતોને સિંચાઈ પ્રત્યે પડતી પાણી ની અગવડતા હલ કરવા બાટવા ખારા ડેમમાંથી કુતિયાણા જ એક જ નહીં પણ માણાવદર વિસ્તરના ખેડૂતોને પણ સિંચાઈ નો લાભ મળે તે માટે બાંટવાના ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડવામાં આવતા રવિ પાકોને ફાયદો થશે. ડેમમાંથી પાણી છોડવા માટે નિયમોનુસાર ભરવાની થતી રૂા.૪૬.૪૦૦ની રકમ ધારાસભ્ય કાંધલ જાડેજાએ પોતાના ખર્ચે ચુકવી આપતા ખેડુતવર્ગમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. માણાવદર તાલુકાના બાંટવા ખારા ડેમમાંથી રવિ સિંચાઈ માટે ધારાસભ્ય કાંઘલ જાડેજાની રજુઆતથી તા.૨-૧-૨૫ના પાણી છોડવામાં આવ્યું છે. જેનો માણાવદર અને કુતીયાણા પંથકના ૧૨ થી વધુ ગામોના ખેડુતોએ વાવણી કરેલ ચણા, ઘઉં જેવા રવિ પાકોને ફાયદો થશે અને તેનો લાભ ખેડુત વર્ગને થશે તેમ ખેડુત આગેવાનો જણાવી રહ્યા છે. જૂનાગઢ જીલ્લાના માણાવદર તાલુકાના બાંટવા ખારા ડેમમાંથી રવિ સિંચાઈ માટે પાણી છોડવા માટે કુતિયાણા વિસ્તારના લોકલાડીલા પાણીદાર નેતા અને ધારાસભ્ય કાંઘલભાઇ જાડેજા દ્વારા સરકારમાં રજુઆત કરી હતી. અને રજુઆત બાદ પાણી છોડવાની મંજૂરી મળતા ડેમમાંથી પાણી છોડવા માટે નિયમોનુસાર થતી ખર્ચની રૂા.૪૬.૪૦૦ રકમનું ચુકવણું પણ ધારાસભ્યએ ખરા અર્થમાં લોકજન પહરી બની પોતાના ખર્ચે જૂનાગઢ સિંચાઈ વિભાગ ના પેટા સિંચાઈ વિભાગ બાંટવા ખારા ડેમની ઓફિસે આસિસ્ટન્ટ એન્જિનિયર એન્ડ સેક્શન ઓફિસર ડી.એન. સોલંકી સમક્ષ ભરી આપતાં જેના પગલે આજ રોજ બાંટવા ખારા ડેમમાંથી ૨ દરવાજા ૦.૩૦ મીટર ખોલીને ૨૦ એમ.સી.એફટી. પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી. ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડવાના કારણે માણાવદર તાલુકાના કોડવાવ, એકલેરા, ભલગામ, થાપલા , સમેગા તેમજ કુતિયાણા તાલુકાના રેવદ્રા, મૈયારી, ધરસન, તરખાઈ, ગરેજ જેવા બારથી વધુ ગામોમાં ખેડુતોએ અંદાજે ૬૦૦ હેકટર જમીનમાં વાવણી કરેલ ચણા, ઘઉં સહિતના રવિ પાકોને ફાયદો થશે. જેથી આજે પાણી છોડવાની શરૂઆત થયેલ અને હજુ પણ ખેડૂતોની માંગણી હોય સરકારમાં મોકલી આપેલ છે. અને મજૂરી મળ્યે નિયમોનુસાર રકમ ભરપાઈ થયે ફરી પણ પાણી છોડવામાં આવશે. ત્યારે કુતિયાણા વિધાન સભા મત વિસ્તરના ગામના સરપંચો અને ખેડુતોએ સિંચાઇ માટે છોડાયેલા નવા નીરને ડેમ સાઇટ પર વધાવયા હતા. આ તકે સરપંચો અને ખેડૂતોએ જણાવેલ કે, ખેડુતોના હિતમાં સાચા લોકપ્રતિનિઘિ તરીકેની ફરજ કુતીયાણાના અમારા લોક લાડીલા ધારાસભ્ય કાંધલ જાડેજાએ નિભાવી છે. અને આવા ધારાસભ્ય ગુજરાતમાં ૨૮૨ ધારાસભ્યો માના એક છે કે જે છેલ્લા ૧૨ વર્ષ થી વધુ સમયથી પોતાના ખર્સે ખેડૂતો માટે સિંચાઈના ભરવાના થતા રૂપિયા દર વર્ષે પોતે ભરી અને ખરા સમયે ખેડૂતોને સિંચાઈ કરવા માટે ડેમોમાં થી પાણી છોડાવી ખરા લોકપ્રહરી બન્યા છે. જે ગુજરાતમાં આવા નેતાની તુલનામાં એક પણ ધારાસભ્ય આવો નહીં હોય જેનો અમોને ગર્વ છે અને અમો ધરાસભ્ય કાંધલભાઈ જાડેજાનો જેટલો પણ આભાર માનીએ તે ઓછો પડે છે તેમ કુતિયાણા મત વિસ્તારના ખેડૂતો, મતદારો, ગ્રામજનો જણાવી રહ્યા છે. બાંટવા ખારા ડેમના પાણી છોડવવા બાબત એવુ પણ કટાક્ષમાં કહેલ કે અત્યારે સાંસદ હોય કે અન્ય ચૂંટાયેલા જન પ્રતીનિધિ હોય માત્ર રજુઆત કરેલ હોય પણ ખાલી રજુઆત થી પાણી છોડવામાં આવતું નથી. રજુઆતો કરવાથી વહેકાઈ નથી તેના માટે તો ભોગ આપવો પડે અને ઘરના પૈસા વાપરવા પડે. એતો આમારા લોક ડાડીલા નેતા કાંધલભાઈ જાડેજા જ આવું કરી શકે. બાકી તો કામ થાય કે પાણી છોડવામાં આવે એટલે લીંમડ જશ લેવા જણાવે કે ફલાણા નેતાએ રજુઆત કરતા પાણી છોડવામાં આવેલ. પાણી છોડવવામાં ખરા યશના ભાગીદારી તો આમારા નેતા કાંધલભાઈ જોડેજા જ છે તેમ કુતિયાણા વિધાન સભા મત વિસ્તારના લોકો જણાવી રહ્યા છે.

error: Content is protected !!