ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં જ્યુબેલીના શખ્સ વિરૂધ્ધ ચાર માસ પહેલા નોંધાઈ હતી ફરિયાદ
પોરબંદરના જ્યુબેલીના એક શખ્સ વિરૂધ્ધ ઘરમાં પ્રવેશી ભૂંડી ગાળો આપી મારી નાખવાની ધમકી બાબતની ફરિયાદ છેલ્લા ચાર માસ પહેલા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ત્યારથી આ ગુન્હાનો આરોપી લાલશાહીથી છેલ્લા ચાર માસથી નાસતો ફરતો હતો. ત્યારે આ આરોપી શખ્સને પોરબંદર એલ.સી. બી.પોલીસે પોરબંદર જ્યુબેલી ચાર રસ્તા જુના પુલ પાસેથી પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સૂચના અનુસંધાને એલ.સી. બી. ઇન્ચાર્જ પો. ઈન્સ.આર.કે.કાંબરીયાનાઓ ના માર્ગદર્શન મુજબ એલ.સી. બી. સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન એ.એસ.આઈ મુકેશભાઈ માવદીયા તથા હેડ કોસ્ટેબલ હિમાંશુભાઈ મક્કા તથા પોલીસ કોસ્ટેબલ નટવરભાઈ ઓડેદરા ને સંયુક્ત હકીકત આધારે જ્યુબેલી ચાર રસ્તા જુના પુલ પાસે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના ગુના રજીસ્ટર નંબર એ.૧૧૨૧૮૦ ૧૦૨૪૦૪૬૮/૨૦૨૪ બી. એન.એસ.ક.૩૩૧(૩), ૩૫૨, ૩૫૧(૨)મુજબના ગુનાના કામે છેલ્લા ચાર માસથી લાલશાહીથી નાસતા ફરતા આરોપી સાગર દિનેશભાઈ સામૈયા (ઉ.વ.૨૦) રહે, જુબેલી હરભોલે ગેરેજ પાસે પોરબંદરવાળાને પોરબંદર એલ.સી.બી.એ પકડી પાડી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના ઉપરોક્ત પકડવાના બાકી ગુન્હાઓ સબબ આગળની કાર્યવાહી કરવા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવે છે. આ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓમાં એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઈ. આર.કે. કાંબરીયા તથા એ.એસ.આઇ. બટુકભાઈ વિંઝુડા, રાજેન્દ્રભાઈ જોશી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઈ મકવાણા, મુકેશભાઈ માવદીયા, તથા હેડ કોસ્ટેબલ ઉદયભાઇ વરૂ, સલીમભાઈ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હિમાંશુભાઈ મકકા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઈ ઓડેદરા, જીતુભાઈ દાસા તથા વુમન હેડ કોસ્ટેબલ નાથીબેન કુછડીયા તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઈ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, અજયભાઈ ચૌહાણ, તથા ડ્રાઇવર પોલીસ કોસ્ટેબલ ગોવિંદભાઇ માળીયા વગેરે રોકાયા હતા.