રાજ્ય કક્ષાની માસ્ટર એથલેટિક્સ સ્પર્ધામાં દ્વારકાના ખેલાડીઓ ભાવનગરના સીદસર ખાતે સ્પર્ધામાં ભાગ લેશે

0

સીદસર(ભાવનગર) ખાતે તા.૪ અને ૫ જાન્યુઆરી ૨૦૨૫ના યોજાનાર માસ્ટર એથલેટિક્સમાં દ્વારકાના શ્રી ભડકેશ્વર યોગૃપના સાત ખેલાડીઓ જુદા જુદા એઈજ ગૃપમાં રમશે. જેમાં ત્રણ બહેનો અને ચાર ભાઈઓ બહેનોમાં (૧) ભાવનાબેન માણેક, (૨) વર્ષાબેન દવે, (૩) રાધિકાબેન દવે, ભાઈઓમાં (૪) નિમેષભાઈ પટેલ, (૫) ધનજીભાઈ લુણાવીયા, (૬) હર્ષદરાય પુરોહિત, (૭) મયુરધ્વજસિંહ ઝાલા સ્પર્ધામાં ભાગ લેવા જશે. આ ખેલાડીઓ છેલ્લા દોઠ મહિનાથી ચેતનભાઈ જીંદાણી પાસે તાલીમ લઈ રહ્યા હતા. શ્રી ભડકેશ્વર યોગૃપ વતી સૌ ખેલાડીઓને ઉત્કૃષ્ટ દેખાવ કરી દ્વારકાને ગૌરવ અપાવે એવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

error: Content is protected !!