માંગરોળ ખાતે પોલીસ વિભાગ અને શહેરીજનોના સહયોગથી માનવતાની મહેક નામે માનવતાની દિવાલ શરૂ કરાય

0

માંગરોળ ખાતે પોલીસ વિભાગ અને શહેરીજનોના સહયોગથી માનવતાની મહેક નામે માનવતાની દિવાલ શરૂ કરાય છે. જેમાં જીલ્લા પોલિસ વડા હર્ષદ મહેતા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા તેમજ મામા સરકારનાં હસ્તે ખુલ્લુ મુકાયું હતું. આ તકે હિન્દુ-મુસ્લિમ આગેવાનો પણ ઉપસ્થિત રહેલ હતા. લોક ઉપયોગી માનવતાની મહેકમાં શહેરીજનો દ્વારા પોતાની બીન જરૂરી ચીજ વસ્તુઓ જેવા કે કપડા, બુટ,ચપ્પલ, ચોપડાઓ બાળકોના રમકડાં જેવી સામગ્રી તેમજ પ્રસંગો તેમજ તહેવારોમાં ખાવા-પીવાની સામગ્રી રાખી શકશે. જેથી જરૂરીયાતમંદો આવી પોતાની ઉપયોગીતા પુર્ણ કરી શકે, આ માનવતાની મહેકનું વ્યવસ્થા રૂપે સંચાલન પોલીસ વિભાગ કરશે તેમ પોલીસ વડા હર્ષદ મહેતાએ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, સમગ્ર ઘાંચી મુસ્લિમ સમાજના પ્રમુખ મો. હુશેન ઝાલા, હનીફભાઇ પટેલ તેમજ હિંન્દુ તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ, ડોક્ટર, માંગરોળ ડીવાયએસપી કોડીયાતર, પુર્વ ડીવાયએસપી બી.ડી. વાઘેલા, પી.આઈ. દેસાઈ, પીઆઈ સામળા, પીઆઈ ચોરવાડ સમીર મંધરા, શીલ પીએસઆઈ સોલંકી, માળિયાના પીએસઆઈ સુમરા, માંગરોળ માળિયાના પોલીસ સ્ટેશન સ્ટાફ તેમજ શહેરનાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નગર સ્વર રમેશભાઈ જાેષી દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમ બાદ મહાનુભાવોએ શ્રી ગોપાલ કૃષ્ણા ગૌ શાળાની મુલાકાત કરેલ હતી.

error: Content is protected !!