ખેડૂતો, ખેતી અને ગામડાને સમૃદ્ધ કરવા સરકાર કટિબદ્ધ: મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ : ગામડાઓના વિકાસ થકી વિકસિત ભારતની સંકલ્પના સાકાર કરાશે: મંત્રીશ્ બચુભાઈ ખાબડ : રૂ.૨.૩૯ કરોડના ખર્ચે બનેલી તાલુકા પંચાયત કચેરીમા અરજદારોને મળશે અધતન સુવિધા
કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ અને પંચાયત મંત્રીશ્રી બચુભાઈ ખાબડના હસ્તે તાલુકા પંચાયત કચેરી પડધરીનુ લોકાર્પણ કરાયુ હતુ.
રૂ.૨.૩૯ કરોડના ખર્ચે બનેલી તાલુકા પંચાયત કચેરીમાં પદાધિકારીઓ, અધિકારીઓ માટે ઓફિસ, અરજદારોને સરકારની વિવિધ યોજનાકીય સહાય સરળતાથી મળી રહે તે માટે વિવિધ અધતન સુવિધા યુક્ત રૂમ નિર્માણ કરાયા છે.
આ તકે મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે પડધરી તાલુકાવાસીઓને શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે, નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા, વહીવટી સરળતા અને પારદર્શકતા માટે વર્તમાન સરકાર ગ્રામ પંચાયતો, તાલુકા તેમજ જિલ્લાઓની ઓફિસોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જે ભૂકંપ પ્રૂફ તેમજ સુવિધાયુક્ત હોય છે.
ખેડૂત, ખેતી અને ગામડાને સમૃદ્ધ કરવા સરકાર કટિબદ્ધ છે. પૂજ્ય મહાત્મા ગાંધીજીનું સ્વપ્ન હતું ગામડાઓ સમૃદ્ધ બને. મહાત્મા ગાંધીના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના ગામડાઓ સમૃદ્ધ થઈ રહ્યા છે. ગુજરાતના ગામડે-ગામડે નર્મદાનું પાણી, નલ સે જલ, આવાસ, રોજગારી સહિત માળખાકીય સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે સરકારની અઢળક યોજનાઓ કાર્યરત છે. ખેડૂતોને ખેત ઉપજના ભાવ મળી રહે તે માટે સરકાર ટેકાના ભાવે ખરીદી કરીને ખેડૂતોને પ્રોત્સાહિત કરે છે. ખેડૂતોને રવિ સિઝનમાં ૧૦ કલાક વીજળી તેમજ પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તે માટે કામગીરી કરી છે.
કચેરીમાં આવતા અરજદારોના પ્રશ્નોનું નિવારણ થાય અને તેઓને કોઈ અવગડતા ન પડે તે દિશામાં કાર્ય કરવા મંત્રીશ્રીએ કર્મચારીઓને તાકીદ કરી હતી.
રાજ્યકક્ષાના પંચાયત મંત્રી શ્રી બચુભાઈ ખાબડે કહ્યુ કે, આધુનિક સુવિધાયુક્ત અને ટેકનોલોજીથી સજ્જ નવી કચેરીઓ વર્તમાન સરકારની ઓળખ બની છે.
ભારત કૃષિ પ્રધાન દેશ હોવાથી મોટા ભાગની વસ્તી ગામડાઓમાં નિવાસ કરે છે. ત્યારે ગામડાઓના વિકાસ થકી વિકસિત ભારતની સંકલ્પના સાકાર કરવા સરકાર કટિબદ્ધ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વિકાસની જે કેડી કંડારી હતી તેને ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ વધારી રહ્યા છે. ગ્રામ પંચાયત ગામના વિકાસનું પ્રથમ પગથિયું છે ત્યારે રાજ્ય સરકાર દ્રારા અધતન પંચાયતોના નિર્માણ કરવામા આવી રહ્યા છે જ્યા સરળતાથી અને ટેકનોલોજીયુક્ત સુવિધાથી અરજદારોના પ્રશ્નોનું નિવારણ કરવામાં આવે છે.
આ તકે મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં મકાન વિહોણા પરિવારોને આવાસ મળે તે માટે સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.
જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ ઉમેર્યુ હતું કે, ગામડાઓ સમૃદ્ધ બનશે તો દેશ સમૃદ્ધ બનશે તે સંકલ્પનાને સાકાર કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સતત કાર્યરત છે.
પ્રાસંગિક ઉદબોધનમાં ધારાસભ્યશ્રી દુર્લભજી દેથરીયા કહ્યુ હતુ કે, આ વિસ્તારના નાગરિકોની લાગણી અને માગણી હતી કે નવી તાલુકા પંચાયત કચેરી બને. ત્યારે સરકાર દ્રારા માતબર રકમના ખર્ચે તાલુકા પંચાયતનું અધતન ભવન બનાવી આપ્યું છે જે આ વિસ્તારની ઓળખ બનશે, કચેરીમાં આવતા અરજદારોના પ્રશ્નોનુ નિરાકરણ થાય તે માટે કર્મચારીઓ વધુ એક્ટીવ રહે તેવુ સૂચન ધારાસભ્યશ્રીએ આ તકે કર્યું હતું.
કાર્યક્રમના શાબ્દિક સ્વાગતમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી ગૌતમ ભીમાણીએ મહાનુભાવોને આવકારી કચેરીમા ઉપલબ્ધ સુવિધાઓ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.
આ તકે તલાટી કમ મંત્રીશ્રી બીનાબા જાડેજાએ પંચાયત શબ્દની પરિભાષા સમજાવી ગ્રામીણ સંસ્કૃતિ અને ગ્રામીણ જીવન વિશે સાહિત્યસભર વાતો કરી સરકાર દ્વારા કાર્યરત જન કલ્યાણકારી યોજનાઓથી ગામડાઓના થયેલ વિકાસની વાત કરી હતી.
નવા તાલુકા પંચાયત ભવન સાથે મહાનુભાવોએ સખી મંડળની બહેનો દ્વારા કાર્યરત મંગલમ સખી કેન્ટીનનું ઉદ્ઘાટન અને ત્યારબાદ વૃક્ષારોપણ કર્યું હતું.
શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા સ્વાગત ગીત અને દેશભક્તિ ગીત રજૂ કરાયા હતા.
કાર્યક્રમમાં પડધરી તાલુકા પંચાયત પ્રમુખશ્રી હેતલબેન ચાવડા, પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી મોહનભાઈ કુંડારીયા, પૂર્વ ધારાસભ્યશ્રી બાવનજીભાઈ મેતલીયા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી રંજનબેન, અગ્રણીશ્રી હઠીસિંહ, શ્રી પરસોતમભાઈ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.કે.વસ્તાણી, પ્રાંત અધિકારી શ્રી બિમલ ચક્રવર્તી સહિત પદાધિકારીશ્રીઓ, શ્રી પ્રતિશ વસોયા, અગ્રણીઓ, અધિકારીશ્રીઓ, તાલુકા પંચાયત કચેરીનો સ્ટાફ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.
નવી કચેરીનું નિર્માણ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા સી.ડી.પી.-૩ યોજના હેઠળ કવિશ્રી દાદ કોલેજની બાજુમાં કરવામાં આવ્યું છે.