લાખો ભક્તોએ દર્શન સાથે પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી : ૨૫૧ કુંડી ત્રિદિવસીય વિષ્ણુ યાગ, હરિયાગ, સર્વ મંગલ યાગ ની પણ સંતો દ્વારા થઇ પુર્ણાહુતી
ગઢડા શ્રી ગોપીનાથજી મહારાજના તાબાનું શ્રી સરધારઘામ સંચાલિત તીર્થંધામ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરની સ્વામિનારાયણના જયઘોષ સાથે ગત ૮ જાન્યુઆરીથી પ્રારંભ થયેલ નવ દીવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો અંતિમ દિવસે પ્રતિષ્ઠા દિને અનેક ધાર્મિક ઇતિહાસ સાથે સુખ રૂપ વિના વિઘ્ન ઠાકોરજીની કૃપા સાથે સમાપન થયું હતું. આ મહોત્સવનો પ્રારંભ દર્શનીય પોથીયાત્રા સાથે કરવામાં આવ્યો હતો. જેમાં હાથી, ઘોડા અને કલાત્મક રથો જાેડાયા હતા તેની સાથે નવ દીવસીય સંત્સંગી જીવન કથાનો પ્રારંભ કથા મંડપમાં કરવામાં આવેલ જે કથા લાખોની સંખ્યામાં ભક્તોએ શ્રવણ કરી પુણ્યનું ભાથું બાંધી ભાગ્યશાળી બન્યા હતા. તો આ મહોત્સવમાં આશરે ૧૨ થી ૧૫ લાખ લોકોએ ભાવ પૂર્વક પ્રસાદ ગ્રહણ કરેલ તેવી માહિતી મળી રહી છે. આ મહોત્સવમાં લગભગ મોટાભાગના દેશોમાંથી ભક્તોએ પધારીને મહોત્સવને માણ્યો હતો. આ મહોત્સવમાં રાખેલ સર્વ રોગ મેડિકલ કેમ્પમાં રેકોર્ડ બ્રેક દર્દીએ નિદાન કરી એક્સરે રિપોર્ટ કરાવી સારવાર મેળવી હતી. તો મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો હતો. આ મહોત્સવના નવે નવ દિવસ અવનવા ધાર્મિક સામાજિક પ્રેરક રાત્રી કાર્યક્રમ પણ રાખવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ વખત જ મહુવાને જાેવા મળ્યા હોય તેવા પ્રોગ્રામ પણ લોકોને જાેવા મળ્યા હતા અને લોકો ખુશ થયાં હતા અત્યાર સુધીના મહુવા મહોત્સવથી ભવ્ય રીતે ઉજવાયેલ સ્વામિનારાયણના ૬૩૦ વીઘાના ઉત્સવના અંતિમ દિને સવારના સત્રની કથા ગાનમાં પધારેલ પ.પૂ.ધ.ધૂ. આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ પાસેથી દાતા, મહાનુભાવોએ સન્માન સાથે આશીર્વાદ ગ્રહણ કરેલ હતા. આ પાવન દિવસે આચાર્ય દ્વારા મહોત્સવના સંદર્ભે આર્શિવચન પણ પાઠવવામાં આવેલ હતા. આ પ્રતિષ્ઠા દિવસે બરોબર અભિજીત મહુર્તમાં યજમાનની ઉપસ્તિથીમાં પૂજ્ય નિત્યસ્વરૂપસ્વામીજીની ખાસ નિશ્રામાં સંતોની હાજરીમાં પ.પૂ.ધ.ધૂ. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના કર કમળ દ્વારા વિધિ વિધાન સાથે રવિન્દ્રભાઈ શાસ્ત્રીના સ્વમુખે બોલાયેલ વેદોક્ત મંત્ર વચ્ચે સ્વામિનારાયણના જયઘોષ સાથે ભગવાન સ્વામિનારાયણ, ભગવાન ગણપતિજી, હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા આતશબાજી ઢોલ નગારાના ધ્વનિ સાથે કરવામાં આવેલ સાથો સાથ મંગલ વાતાવરણની પ્રથમ આરતી બાદ અન્નકૂટના દર્શન ખુલ્લા મુકવામાં આવેલ. તેમની સાથે કળશ પૂજન, ધ્વાજા પૂજનની સાથે યજમાન તેમજ સંતો દ્વારા ધ્વજારોહણ કરવામાં આવેલ. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેતા મંદિર પરિસર ટૂંકું પડેલ હતું. આ દિવ્ય વાતાવરણ સાથે મહુવામાં ભવ્ય રીતે અવનવા પ્રોગ્રામ સાથે ૬૩૦ વીઘામાં મિષ્ટાન ફરસાણના મહાપ્રસાદ સાથે ઉજવાતા આ દિવ્ય મહોત્સવે અનેક ધાર્મિક ઇતિહાસ રચ્યા હતા. આ પ્રસંગે યજમાન, સ્વયંસેવક, જમીનદાતા, સરકારી તંત્ર, પોલીસ વિભાગ તરફથી મળેલ સેવા બદલ સ્વામીજી એ વિશેષ આભારની લાગણી વ્યક્ત કરી સૌને આશીર્વાદ પાઠવ્યા હતા.