જૂનાગઢ જિલ્લાના માંગરોળના વતની અને હાલ અમદાવાદ(ષ્ઠ-૧૨, સુપર સોસાયટી, રામદેવનગર, સેટેલાઈટવિસ્તાર)માં નિવાસ કરતા વિશ્વેશભાઈ પાઠક(ઉ.વ.૭૦)એ દેહદાન કરવાનો સંકલ્પ કરેલ આ માટે વિશ્વેશભાઈ પાઠકે તેમના પત્ની ધાત્રીબેન અને પુત્ર કિંજલભાઈની હાજરીમાં વિરંચીભાઈ શુક્લને શિવમ્ ચક્ષુદાન આરેણા વતી દેહદાનનું સંકલ્પપત્ર ભરેલ છે. જે સંકલ્પપત્રનો સ્વિકાર શિવમ્ ચક્ષુદાન આરેણાના સંચાલકએ સ્વિકારેલ છે. દેહદાનનું સંકલ્પ પત્ર અર્જુનભાઈ સોલંકી દ્વારા જૂનાગઢ મેડિકલ કોલેજ ય્.સ્.ઈ.ઇ.જી.માં અમારા સાથી એવા સમિરભાઈ દતાણી અને સંજયભાઈ બુહેચા દ્વારા સબમિટ કરવામાં આવ્યું છે. શિવમ્ ચક્ષુદાન આરેણા ટીમ આપના આ માનવકલ્યાણ અંગેના આ ઉમદા વિચારને બિરદાવે છે અને આપને વંદન કરે છે. વિરંચીભાઈ શુક્લ હંમેશા સેવાકીય પ્રવૃતિ સાથે જાેડાયેલા રહે છે. જેઓ ચક્ષુદાન, દેહદાન, બ્લડ ડોનેશન કેમ્પ જેવી માનવસેવાકીય પ્રવૃતિમાં હરહંમેશ સેવા આપી રહ્યા છે. તેમજ શિવમ્ ચક્ષુદાન આરેણાની ટીમને સાથ અને સહકાર આપતા રહ્યા છે. આજે તેમના માધ્યમથી વિશ્વેશભાઈ પાઠકના દેહદાન સંકલ્પનો અમો સ્વિકાર કરીએ છીએ અને આ ઉમદા વિચાર બદલ વિશ્વેશભાઈ પાઠક અને તેમના પરિવારને અમો આ માનવકલ્યાણના કાર્યમાં સહભાગી થવા બદલ વંદન કરીએ છીએ અને આપના પ્રેરણાદાયી વિચારને બિરદાવીએ છીએ.