વિસાવદરના ભલગામની દીકરી તેમજ ભાડજ ઇસ્કોન મંદિર દ્વારા સંસ્કારોનું ચિંતન કરવા માટે પુસ્તકરૂપી ગીતાજીનું વિદ્યાર્થીઓને ભેટ

0

મિડલ સ્કૂલ ભલગામના વિદ્યાર્થીઓને ભગવત ગીતાજી વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. મિડલ સ્કૂલના ધોરણ ૯ થી ૧૨ ના તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ પરિવારને તેમજ ઉપસ્થિત ગ્રામ પંચાયતના સરપંચ તેમજ આગેવાનો સદસ્યોની ઉપસ્થિતિમાં ધારી તાલુકાના કાથરોટા ગામના હાલ અમદાવાદ ના વતની અને આ ગામના ગઢીયા પરિવારની દીકરી હંસાબેન તથા જમાઈ કનુભાઈ સુતરીયાના પરિવાર તેમજ ભાડજ ઇસ્કોન મંદિર સહયોગથી તમામ ને હિન્દુ ધર્મનો પવિત્ર ગ્રંથ ભગવત ગીતાજી વિતરણ કરી એક સેવાનું કાર્ય કરવામાં આવેલ હતું. વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા આ કાર્યક્રમ યોજાયેલ હતો. આ ધર્મગ્રંથના દાતાનું સરપંચ અને શાળાના આચાર્ય દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ગામના સરપંચ જ્યોત્સનાબેન, ગીરીશભાઈ ગોધાણી, મનીષભાઈ તેમજ ગામના અગ્રણી છગનભાઈ કોટડીયા તથા ગોરધનભાઈ ગઢીયા તથા સંજયભાઈ ગઢીયા તથા દીપકભાઈ ગઢીયા અને જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ રમેશભાઈ કોટડિયા, સાથે શાળા પરિવાર ઉપસ્થિત રહેલ હતા.

error: Content is protected !!