ખંભાળિયા નજીકના હર્ષદપુર ગ્રામ પંચાયત વિસ્તાર સ્થિત વિજય ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વી.એચ. અને વી.એચ. હાઈસ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે ઈતર પ્રવૃત્તિઓમાં પણ હંમેશા અગ્ર ક્રમે રહે છે. હાલના યુવાનોમાં આર્મી ફોર્સ અને પોલીસ જેવા મહત્વના વિભાગોમાં જાેડાવા માટે વધુ ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ત્યારે વિજય હાઈસ્કૂલમાં કાર્યરત ૮ – ગુજરાત નેવલ યુનિટ એન.સી.સી. કેડેટ્સ અને સામન્ય પરિવારમાંથી આવતા આ સંસ્થાના વિદ્યાર્થી સેજલબા જાડેજા બી.એસ.એફ.માં પસંદગી પામ્યા છે અને હાલ તેઓ પશ્ચિમ બંગાળ ખાતે તાલીમ લઈ રહ્યા છે. બીજા એન.સી.સી. કેડેટ્સ બિકિસિંહ રાજપૂત પણ આર્મીમાં ગાર્ડ રેજીમેન્ટમાં પસંદગી પામીને હાલ પંજાબના ભટિંડા ખાતે ફરજ ઉપર છે. આમ, સામાન્ય પરિવારના બંને વિદ્યાર્થીઓને શાળા-સંસ્થા દ્વારા એન.સી.સી.ના માધ્યમથી યોગ્ય માર્ગદર્શન અને દિશા મળતા તેઓના સપના સાકાર કરી શાળા સંસ્થા, કુટુંબીજનો તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે.