ખંભાળિયાના ટ્રાફિકથી વ્યસ્ત એવા જોધપુર ગેઈટ વિસ્તારમાં શુક્રવારે સવારે આશરે 10:30 વાગ્યે એક ખુલ્લા વાળામાં રહેલા કચરાના ઢગલામાં આગ લાગી હતી. આ અંગેની જાણ સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને કરવામાં આવતા જિલ્લા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારની સૂચના મુજબ ફાયર સ્ટાફના જવાનોએ ફાયર ફાઈટર સાથે દોડી જઈને પાણીનો મારો ચલાવી, આગ પર કાબુ મેળવ્યો હતો. આગનું કોઈ ચોક્કસ કારણ જાહેર થયું નથી. ત્યારે ધમધમતા એવા જોધપુર ગેટ વિસ્તારમાં લાગેલી આગથી થોડો સમય દોડધામ મચી જવા પામી હતી. આ બનાવમાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી.