તારીખ ૨૪-૦૧-૨૦૨૫ શુક્રવારના રોજ સરકારી કોલેજ ભેસાણના(નેક B+) સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા એફ.વાય, એસ.વાય અને ટી.વાય બીએ સેમ ૨-૪-૬ ના મેજોર, માયનોર અને મલ્ટી સમાજશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓ દ્રારા રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી . આ દિવસમાં સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. પંકજ એમ સોંદરવા સાહેબનાં માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં ડો.પંકજ એમ. સોંદરવા સાહેબે રાષ્ટ્રીય બાલિકા દિવસનું મહત્વ, હેતુ , બાલિકા અગે લોકોમાં જાગૃતિ લાવવા વિશે પ્રાથમિક પરિચય આપ્યો હતો. આ કાર્યક્રમના કોર્ડીનેટર ડો સચિન જે. પીઠડીયા સાહેબે રાષ્ટ્રીય બાલિકા દિવસ પર વિદ્યાર્થીઓ સાથે સમૂહ ચર્ચા કરી હતી. એફ.વાય, એસ.વાય અને ટી.વાય બીએ સમાજશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય બાલિકા દિવસની શરૂઆત, બાલિકા સલામતી, શિક્ષણ, લિંગ ગુણોત્તર, આરોગ્ય તેમજ છોકરીઓ દ્વારા સામનો કરવામાં આવતી અસમાનતાઓ અને તેમના સશક્તિકરણન જેવા મહત્વ મુદ્દાઓ પર વક્તવ્ય આપેલું હતું. આમ સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા રાષ્ટ્રીય બાલિકા દિવસ વિશે જાગૃતિ લાવવાના ઉમદા હેતુ થી આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.