માળીયાહાટીના તાલુકાના કડાયા ગીર ગામના હેમરાજભાઈ મનજી ચુડાસમા આજથી પાંચ વર્ષ પહેલા સહિદ થયા હતા. પેરા મિલેટ્રી ના જવાનો દ્વારા આજે કડાયા ગામમાં રૂબરૂ આવી કડાયાના પનોતા પુત્ર વીર સહિદ હેમરાજભાઈ મનજીભાઈ ચુડાસમા ની તકતી પ્રાથમિક શાળામાં લગાડી અનાવરણ કરેલ તેમજ આંબેડકર નગરથી પ્રાથમિક શાળા સુધીના રોડને વીર શહીદ હેમરાજભાઈ ચુડાસમા ના નામનું નામકરણ વિધિ માળીયા માંગરોળના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપસિંહ સિસોદિયા કડાયા ના સરપંચ તથા પેરા મિલેટ્રી સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ કનુભાઈ વાઘેલા એ નામકરણ વિધિ કરેલ છે. આ પ્રસંગે જોધપુરના આઇ ટી બી પી ના જવાન ડિપ્ટી કમાન્ડર શ્રી મુકેશ સાહેબ સહિતના જવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી તેમજ શહીદ હેમરાજભાઈ ના પિતાશ્રી મનજીભાઈ માતા લાભુબેન તેમજ તેમના ભાઈ ગજરાજભાઈ સંગીતાબેન ગજરાજભાઈ અનુ જાતિ/ જન જાતિ બિનસરકારી માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સંધ જુનાગઢ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા તેમજ કડાયા ગામના નગરજનો આગેવાનો જ્ઞાતિ જનો સ્કૂલના શિક્ષકો અને બાળકો વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.