ગીર પશ્ચિમ વિભાગ, જૂનાગઢના કાર્યક્ષેત્રમાં આવેલ તાલાળા રેન્જની તાલાળા રાઉન્ડની મોરૂકાબીટમાં આવેલ સુરવા ગામના પ્રોટેકટેડ ફોરેસ્ટ તરીકે જાહેર થયેલ જમીનમાં સુરવા ગામના ઇસમો દ્વારા પેશકદમી કરી વન્યપ્રાણીઓને તેમના નૈસર્ગીક નિવાસ સ્થાનથી વંચીત રાખી ખેતીપાકનું વાવેતર કરતા હોય તેવું ઘ્યાને આવતાં તે પેશકદમીવાળી વાળી જમીન તા.ર૪-૧-૨૦૨૫ ના રોજ નાયબ વન સંરક્ષક, ગીર પશ્ચિમ વિભાગ, જૂનાગઢ તથા મદદનીશ વન સંરક્ષક, તાલાળાના સીઘા માર્ગદર્શન હેઠળ ડી.વી. વઘાસીયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, તાલાળા દ્વારા તાલાળા રેન્જ, આંકોલવાડી રેન્જ તથા જામવાળા રેન્જમાં ફરજ બજાવતાં વનવિભાગના સ્ટાફ તેમજ તાલાળા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ તેમજ પંચો રૂબરૂ સવારના ૯ કલાકથી ૧૫ઃ૩૩ કલાક સુધી જે.સી.બી. મશીન-૩ દ્વારા પેશકદમી દૂર કરવાની કામગીરી હાથ ઘરવામાં આવેલ હતી, જેમાં કાચી વંડી, કાચા-પાકા મકાનો ડીમોલેશન કરી કુલ-૫૧૯૦૦ ચો.મી. પેશકદમીવાળી જમીન શાંતીપૂર્ણ રીતે ખૂલ્લી કરાવી તેનો કબ્જાે વન વિભાગ હસ્તક લેવામાં આવેલ છે.