જૂનાગઢ જિલ્લા કક્ષાના  પ્રજાસત્તાક દિનની ઉજવણી મેંદરડા ખાતે થશે : કલકેટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના હસ્તે ધ્વજ વંદન થશે

0

નિવાસી અધિક કલકેટર એન.એફ.ચૈાધરીની ઉપસ્થિતિમાં સ્થળ ઉપર રીહર્સલ યોજાયુ

૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની જિલ્‍લા કક્ષાની ઉજવણી તા. ૨૬ના રોજ સવારે ૯ કલાકે પોબારી ગ્રાઉન્ડ,નાજાપુર રોડ,મેંદરડા ખાતે કરવામાં આવશે. આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમારના હસ્તે ધ્વજવંદન  થશે. ત્યાર બાદ પરેડનું નિરિક્ષણ, પ્રાસંગિક ઉદબોધન અને સાંસ્કૃતિક કાર્યક્રમ, વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધી હાંસલ કરનાર કર્મયોગીઓનું સન્માન કરવામાં આવશે.   ૭૬માં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી મેંદરડા  ખાતે થનાર છે. ત્યારે નિવાસી અધિક કલકેટર શ્રી એન.એફ.ચૈાધરીની ઉપસ્થિતિમાં આજ રોજ સ્થળ ઉપર રીહર્સલ યોજાયુ હતુ. તેમણે રાષ્ટ્રીય પર્વની ગરિમામય અને સૂચારૂ રીતે ઉજવણી થાય તે માટે જરૂરી સૂચનો કર્યા હતા. આ ઉપરાંત ધ્વજવંદન, પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના ઉપક્રમોનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. આમ, આ રાષ્ટ્રીય પર્વ શાનદાર ઉજવણી માટે  પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો  વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતા પણ આ કાર્યક્રમમાં સહભાગી બને તેવી અપીલ કરવામાં આવી હતી. આ વેળાંએ પ્રાંત અધિકારીશ્રી કિશન ગળસર, સહિતના સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ, શાળાના બાળકો, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.    

error: Content is protected !!