આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ અને રીમોટ સેન્સીંગના ઉપયોગથી જમીન અને જળ સંરક્ષણ તેમજ જળ વ્યવસ્થાપન, કૃષિમાં યાંત્રિકીકરણ, સહિતની બાબો અંગે સંશોધન લેખો રજૂ કરવામાં આવ્યા
જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીની સેન્ટર ઓફ એકસલ્નસ ઓન સોઈલ એન્ડ વોટર મેનેજમેન્ટ યોજના રિસર્ચ ટેસ્ટીંગ અને ટ્રેઈનીંગ સેન્ટર દ્વારા ટ્રેઈલોઝીંગ ટ્રેન્ડસ ઇન સસ્ટેનેબલ ક્લાઈમેટ-રેઝીલીયન્ટ પ્રિશિઝન એગ્રીકલ્ચર યુ આટીફીશીયલ ઈન્ટેલીજન્સ એન્ડ રીમોટ સેન્સીંગ” ના વિષય પર બે દિવસીય ઈન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન તા.૨૩- ૨૪ જાન્યુઆરી – ૨૦૨૫ ના રોજ કુલપતિશ્રી ડો. વી. પી ચોવટિયાની પ્રેરણાથી, સંશોધન નિયામક અને ડીન, પી.જી ૨ટડીઝ ડો. આર. બી. માદરીયાના માર્ગદર્શન હેઠળ. કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના આચાર્ય અને ડીન ડૉ. એચ ડી. રાંકના પ્રોત્સાહન તેમજ ઑર્ગેનાઈઝીંગ રોક્રેટરી અને સંશોધન વૈજ્ઞાનિકશ્રી (ખેતી ઈજનેરી) ડો. જી.વી.પ્રજાપતી તેમજ કો- ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી ડો પી.એ. પંડયાના પ્રયાસોથી આયોજન ક૨વામાં આવ્યુ હતુ. આ કોન્ફરન્સ માં ભાગ લેવા અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા તેમજ ભારતભરમાંથી ૨૫૦ જેટલા વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ અને આમંત્રિતો આવ્યા હતા. આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ દરમ્યાન વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ, સંશોધન કર્તાઓ દ્વારા આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ અને રીમોટ સેન્સીંગના ઉપયોગથી જમીન અને જળ સંરક્ષણ તેમજ જળ વ્યવસ્થાપન, કૃષિમાં યાંત્રિકીકરણ, રીન્યુએબલ એનજીનો ખેતીમાં ઉપયોગ, ખેતપેદાશો નું મૂલ્યવર્ધન, વાવણીથી માંડી કાપણી સુધી ટકાઉ પાક ઉત્પાદન માટેની ટેકનોલોજીઓ, બાગાયતી પાકોમાં ચોકસાઈ પૂર્વકની ખેતી બાબતે સંશોધન લેખો રજૂ કરવામાં આવ્યા હતા. આ બે દિવસીય ઈન્ટરનેશનલ કોન્ફરન્સનો ઉદઘાટન સમારોહમાં અધ્યક્ષ અને મુખ્ય ઉદઘાટક શ્રી ડો. એસ એન ઝા, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (કૃષિ ઈજનેરી), ઈન્ડીયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિચાર્ય, ન્યુ દિલ્હી, મુખ્ય અતિથિ તરીકે ડો વી. પી. સિંઘ, ડીસ્ટીગ્યુઈરા એન્ડ રીજન્ટરા પ્રોફેસર, ટેશારા એ & એમ યુનિવર્સીટી, યુ.એસ એ.. અતિથિ વિશેષશ્રી તરીકે ડો. એ. આર.પાઠક, પૂર્વ કુલપતિશ્રી, જુનાગઢ અને નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સીટી, જ્યારે ખારા આમંત્રિત મહેમાન તરીકે ડો. નિશા રાખેશ, વડાશ્રી, ઈન્ટરનેશનલ સ્ટ્રેટેજી ફોર ફૂડ & એન્વાયરમેન્ટ, વેસ્ટર્ન સિડની યુનિવર્સીટી, ઓસ્ટ્રેલિયા, ડો. વી.પી.ચોવટિયા, કુલપતિશ્રી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, કન્વીનરશ્રી, ડો. આર. બી.માદરીયા, સંશોધન નિયામક અને ડીન, પી.જી. સ્ટડીઝ, ઑર્ગેનાઈઝીંગ સેકેટરી ડો. જી.વી.પ્રજાપતી, સંશોધન વૈજ્ઞાનિકશ્રી (ખેતી ઈજનેરી) ઉપસ્થિત રહયા હતા. આ બે દિવસીય કોન્ફરન્સ દરમ્યાન વિવિધ ટેકનીકલ સેશનમાં ૨૧૫ જેટલા ઓરલ અને પોસ્ટર પ્રેઝન્ટેશનો કૃષિ ઈજનેરી અને ટેક્નોલોજી મહાવિદ્યાલય, સરદાર સ્મૃતિ કેન્દ્ર તેમજ પરીતળાવ બોટનીકલ ગાર્ડન ખાતે યોજવામાં આવશે ઉત્કૃષ્ટ પ્રેઝન્ટેશન કરનાર વૈજ્ઞાનિક/વિદ્યાર્થીઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમ્યાન પોતાના વિસ્તારમાં ખેતીમાં કરેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ ૧૩ પ્રગતિશીલ ખેડૂતોને એવોર્ડ આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. વધુમાં, અખંડ ભારતનાં અજોડ શિલ્પી ખેડૂત પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ શતાબ્દી વર્ષ (૧૯૭૫) ની યાદમાં શરૂ કરવામાં આવેલ સરદાર સ્મૃતિ કેન્દ્રો પૈકીના જૂનાગઢ કેન્દ્રએ ૧૯૯૯-૨૦૦૦ નું વર્ષ રજત જયંતી વર્ષ તરીકે ઉજવી હતી. આ પ્રસંગની યાદગીરી માટે અને કેન્દ્રની પ્રવૃતિઓનો વ્યાપ વધે અને બહોળો પ્રમાણમાં ખેડૂતો આ કેન્દ્રનો લાભ લેતા થાય તેવા આશયથી સરદાર સ્મૃતિ કેન્દ્ર, જૂનાગઢ રજત જયંતી એવોર્ડ શરૂ કરવામાં આવેલ છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અસ્તીત્વમાં આવ્યા બાદથી અત્યાર સુધીમાં જુદા-જુદા વિષયો પર કુલ ૨૦ એવોર્ડ ખેડૂતોને આપવામાં આવેલ છે. દર વર્ષની જેમ વર્ષ ૨૦૨૩-૨૪ નો “સુક્ષ્મ પિયત પદ્ધતિઓ દ્વારા ખેતીમાં મહત્તમ ઉત્પાદન” માટેનો સરદાર સ્મૃતિ કેન્દ્ર, જૂનાગઢ રજત જયંતી એવોર્ડ પણ આ પ્રસંગે આપવામાં આવ્યો હતો. આ સરદાર સ્મૃતિ કેન્દ્ર. જૂનાગઢ રજત જયંતી એવોર્ડ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિસ્તરણ શિક્ષણ નિયામકથી ડૉ. એન.બી જાદવ તથા સમગ્ર વિસ્તરણ પરિવાર દ્રારા જહેમત ઉઠાવવામાં આવી હતી.