દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખાલી રહેલી એસ.સી. એસ.ટી. સેલના ડીવાયએસપી ની જગ્યામાં તાજેતરમાં મુકાયેલા વિસ્મયભાઈ માનસેતાએ તેમનો તેમના હોદ્દાનો ચાર્જ વિધિવત રીતે સંભાળ્યો હતો. પોલીસ ટ્રેનિંગ પૂર્ણ કરી અને ડીવાયએસપીનું પ્રોબેશનલ પિરિયડનું પ્રથમ પોસ્ટિંગ ગીર સોમનાથ જિલ્લામાં મેળવ્યા બાદ અહીં નોંધપાત્ર કામગીરી કરીને પ્રથમ પોસ્ટિંગમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુકાયેલા ડી.વાય.એસ.પી. વિસ્મય માનસેતાને પોલીસ સ્ટાફ તથા નગરજનો દ્વારા આવકાર સાંપડ્યો છે. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના અને હાલ રાજકોટ ખાતે રહેતા નવ નિયુક્ત યુવા ડી.વાય.એસ.પી. વિસ્મય માનસેતાએ મંગળવારે પોતાનો ચાર્જ સંભાળી વિવિધ બાબતો અંગેની જાણકારી મેળવી હતી.