વેરાવળ પાલીકાએ વેરા વસુલાત ઝુંબેશ હેઠળ ૧૫ બાકીદારોની મિલકતો જપ્ત કરી

0

પાલીકાએ ૨૫ કરોડ બાકી કરવેરાની રકમ વસુલાત કરવા ઝુંબેશ હાથ ધરી ૩૦૦૦ નોટીસો ઈશ્યુ કરતા બાકીદારોમાં ફફડાટ

વેરાવળ સોમનાથના પ્રજાજનો પાસેથી બાકી કરવેરાની કરોડોની રકમની વસુલાત કરવા પાલીકા તંત્રએ વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરીને બાકીદારોને વોરંટ નોટીસો ઈસ્યુ કરીને મિલ્કત જપ્તીની કાર્યવાહી હાથ ધરી છે. જે અંતર્ગત આજે ૧૫ મિલ્કતો જપ્ત કરી સીલ મારી દેતા બાકીદારોમાં ફફડાટ પ્રસર્યો છે. આ કાર્યવાહીના પગલે આજે એક જ દિવસમાં બાકીદારોએ ૮ લાખ જેવી રકમ ભરપાઈ કરેલ છે. પાલીકા તંત્રએ હાથ ધરેલ કાર્યવાહી અંગે માહિતી આપતા ચીફ ઓફીસર પાર્થિવ પરમાર અને ટેક્ષ અધિકારી સફીભાઈએ જણાવેલ કે, વેરાવળ સોમનાથના શહેરીજનો પાસેથી તા.૩૦/૧/૨૫ ની સ્થિતિએ ૨૫ કરોડ જેટલી હાઉસટેક્ષ, પાણી, સફાઈ, દિવાબતી વેરાની કુલ ૨૫ કરોડ જેટલી રકમ બાકી છે. જેની વસુલાત કરવા માટે તાજેતરમાં બાકીદારોને ૩ હજાર જેટલી નોટીસો વોરંટો ઈસ્યુ કરવામાં આવ્યા હતા. તેમ છતાં બાકીદારો કરવેરાની બાકી રકમ ભરવામાં તસ્દી ન લેતા હોવાથી વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત આજે એક દિવસમાં ૯ દુકાનો, ૩ ગોડાઉનો, ૨ ઓફીસો અને ૧ હોલને સીલ કરવામાં આવ્યા છે. આ બાકીદારોમાં મનહરલાલ તુલજાશંકર ભટ્ટ (ગોડાઉન), કાળુ ગોવિંદ વાળા (ગોડાઉન), મોતીબેન હરસુખ ગોહેલ (ગોડાઉન), મનહરલાલ ઝવેરી (દુકાન), હીમતલાલ પરસોતમ (દુકાન), ચુનીલાલ રામજી ટાંક (દુકાન), શામજી વણીક (દુકાન), મહેન્દ્ર ઓધવજી બોરખતરીયા (દુકાન), તારાચંદ્ર જેઠાનંદ (દુકાન), પ્રવીણ રામજી વડુકર (દુકાન), રાઇસ ડેવલોપર્સ (દુકાન), મેણશી વાસા (દુકાન), ભાવેશ ચંદુલાલ ઠકરાર (ઓફીસ), કૌશલ્ય વર્ધમ અધૌગીક તાલીમ કેન્દ્ર (ઓફીસ), પીયુષ જાેબનપુત્રા (હોલ)ની મિલ્કતોને સીલ મારી જપ્તી કરવામાં આવેલ છે. આ કડક કાર્યવાહીના ફફડેલા બાકીદારો પૈકીનાઓ આજે એક જ દિવસમાં ૮ લાખ જેવી કરવેરાની રકમ ભરપાઈ કરી છે. આ ઝુંબેશની કાર્યવાહી ચાલુ રહેશે તથા બાકીદારોના નામ જાેગ ઢંઢેરો પીટાવવાની અને નળ કનેકશન કાપવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવશે.

error: Content is protected !!