જૂનાગઢની કાલરિયા સ્કુલનાં અંગ્રેજી માધ્યમનાં બાળકોએ દબદબાભેર ઉજવ્યો ‘વાર્ષિક રમતોઉત્સવ’

0

જૂનાગઢની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા પટેલ કેળવણી મંડળ સંચાલિત આર.એસ. કાલરિયા પ્રાયમરી સ્કુલનાં અંગ્રેજી માધ્યમનાં બાળકોએ તા.૩૧-૧-૨૦૨૫, શુક્રવારનાં રોજ સ્કુલનાં પટાગણમાં વાર્ષિક રમતોઉત્સવ દબદબાભેર ઉજવ્યો. જેમાં ધોરણ ૧ થી ૮નાં ૧૪૦૦ વિદ્યાર્થીમાંથી કુલ ૧૧૦૦ બાળકોએ વિવિધ ૩ર સ્પર્ધાઓમાં અને ૭ વિવિધ પ્રદર્શનોમાં ભાગ લીધેલ અને પોતાનું કૌવત બતાવેલ. જેમાંથી કુલ ૧૨૬ બાળકો વિજેતા થયેલ અને વિજેતા થયેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવેલ. સવારે ૯ કલાકે માર્ચ પાસ્ટ, મશાલ પ્રાગ્ટય બાદ તમામ સ્પર્ધાઓ બપોરનાં ૧૨ કલાક સુધી ઉત્સાહભેર ચાલેલ. આ કાર્યક્રમમાં મંડળના પ્રમુખ ઝ્ર.છ. સવજીભાઈ મેનપરા, જાેઈન્ટ મેનેજીંગ ટ્રસ્ટી તેમજ મંત્રી રતિભાઈ મારડીયા, ટ્રસ્ટી તેમજ મંત્રી શિરિષભાઈ સાપરીયા, ટ્રસ્ટી તેમજ મંત્રી કિશોરભાઈ મેંદપરા, ટ્રસ્ટી વિનુભાઈ પાડોદરા, ઈન્ચાર્જ ધીરૂભાઈ સાદરીયા, ડેપ્યુટી ડાયરેકટર નિરજભાઈ વાછાણી સહિત અન્ય હોદેદારો, વાલી મંડળનાં પ્રમુખ આરતીબેન જાેષી તેમજ પ્રિન્સીપાલ આસ્થાબેન નાવાણી, અંજલીબેન સાવલીયા તેમજ સંગીતાબેન મોદી તથા સમગ્ર સ્ટાફ તેમજ વિશાળ વાલી સમુદાય ઉપસ્થિત રહીને કાર્યક્રમને નિહાળેલ અને બાળકોને બીરદાવેલ.

error: Content is protected !!