રવિવારે વસંત પંચમીનું મહત્વ

0


તા.ર-ર-ર૦રપ મહા શુદ ચોથને રવિવારે સવારે ૯ઃ૧પ કલાક સુધી ચોથ તિથી છે ત્યારબાદ પાંચમ તિથીનો પ્રારંભ થશે. આમ રવિવારે સવારના ૯ઃ૧પથી વસંત પંચમી ગણાશે. આ વર્ષે પાંચમ તિથી ક્ષય તિથી હોતા લગ્ન જેવા શુભ મુહુર્તો થઈ શકશે નહી પરંતુ પુજા-પાઠ, જપ, ઉપાસના, સત્યનારાયણ ભગવાનની કથા, માતાજીનું પુજન, ચંડીપાઠ જેવા દરેક શુભ કાર્યો થઈ શકશે. આ દિવસને વસંત પંચમી શ્રી પંચમી મદન પંચમી તરીકે ઓળખાય છે. રિવાજ પ્રમાણે વસંત પંચમીના દિવસને પણ વણજાેયું મુહુર્ત કહેવામાં આવે છે પરંતુ આ વર્ષે પાંચમનો ક્ષય હોતા લગ્ન વાસ્તુ સિવાયના બધા જ શુભ કર્મ થશે. ખાસ કરીને આ દિવસે માતા સરસ્વતીની પૂજા કુળદેવીની પૂજાનું મહત્વ વધારે રહેલ છે. માતા સરસ્વતીનું પૂજન કરવાથી વિદ્યા બળની પ્રાપ્તી થાય છે. ખાસ કરીને આ દિવસે વિદ્યાર્થીઓએ મા સરસ્વતીની પૂજા કરવી જાેઈએ. મા સરસ્વતીનું પૂજન કરવાથી યાદ શક્તિમાં વધારો થાય છે. અભ્યાસમાં એકાગ્રતા આવે છે.
વસંત પંચમીનું પૂજન
રવિવારે સવારના નિત્ય કર્મ કરી ત્યારબાદ બાજાેઠ અથવા પાટલા ઉપર સફેદવસ્ત્ર પાથરી તેના ઉપર ચોખાની ઢગળી કરી માં સરસ્વતીની છબી રાખવી. બાજુમાં દિવો કરવો, અગરબતી કરવી ત્યારબાદ માતાજીની ચાંદલો ચોખા કરી માતાજીની સફેદ અથવા લાલ ફુલ ચડાવું. ત્યારબાદ આ મંત્રની એક અથવા ત્રણ માળા કરવી. મંત્ર ઃ ૐ ઐમ્‌ રીમ્‌ કલીં મહા સરસ્વતી દવ્યૈનમઃ. વસંત પંચમીના દિવસે શ્રી કૃષ્ણ ભગવાનનું રાધાજી સહિત પૂજન કરવું અને આ પૂજન મનોકામના સિધ્ધ કરનારૂ છે. જે લોકના લગ્ન થતા ન હોય તો આ દિવસે રાધાકૃષ્ણ પૂજન કરી શ્રી કૃષ્ણ શરણંમમની એક માળા અથવા પાંચ માળા કરવી લગ્ન યોગ થશે. દામ્પત્ય જીવનમાં મધુરતા લાવવા માટે પણ આ ઉપાઈ કરી શકાય છે. ખાસ કરીને એક માન્યતા પ્રમાણે સૌપ્રથમ મહા શુદ પાંચમના દિવસે શ્રી કૃષ્ણ ભગવાને માતા સરસ્વતીનું પૂજન કરેલું ત્યારથી આ દિવસને વસંત પંચમીના દિવસ તરીકે ઓળખવામાં આવે છે.
– શાસ્ત્રી રાજદિપ જાેષી(વૈદાંતરત્ન)

error: Content is protected !!