દ્વારકા ગુગ્ગુલી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સમૂહ લગ્ન કાર્યક્રમ સંપન્ન

0

સંતો, મહંતો સાથે ધારાસભ્યની વિશેષ ઉપસ્થિતિ

દ્વારકાના જગતમંદિરમાં ભગવાન કાળિયા ઠાકોરની સેવાપૂજા કરતા શ્રી દ્વારકા ગુગલી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા આયોજિત સમૂહ લગ્ન પ્રસંગ દ્વારકા સ્વામિનારાયણ મંદિરની પાછળ નગરપાલિકા ગ્રાઉન્ડમાં ભવ્ય રીતે સંપન્ન થયો છે. આ લગ્નોત્સવમાં ચૌલ સંસ્કાર, યજ્ઞોપવિત સંસ્કાર, વિવાહ સંસ્કાર વિગેરે ૪૬ જેટલા પ્રસંગો સંપન્ન યોજાયા હતા. આ પ્રસંગે શંકરાચાર્ય સ્વરૂપાનંદજી સરસ્વતીજી મહારાજના આશીર્વાદ વચન પ્રયાગરાજ મહાકુંભથી પ્રાપ્ત થયા હતા. દ્વારકા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી ગોવિંદપ્રસાદ, માધવપ્રસાદ સ્વામીએ ઉપસ્થિત રહીને જ્ઞાતિને આશીર્વચન પાઠવ્યા હતા. સાંસદ પૂનમબેન માડમે પત્ર દ્વારા તથા ધારાસભ્ય પબુભા માણેકે વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહીને શુભેચ્છાઓ પાઠવી હતી. ભક્તો, વૈષ્ણવો અને યજમાનોએ ગુગ્ગુલી બ્રાહ્મણ જ્ઞાતિના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આમ, ધામધુમપુર્વક આ લગ્નોત્સવ પરિપૂર્ણ થયો હતો.

error: Content is protected !!