દેવભૂમિ દ્વારકા જિલ્લાના એડમિનિસ્ટ્રેટિવ જસ્ટીસ એચ.એસ. પ્રચ્છકના માર્ગદર્શન અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મેમ્બર સેક્રેટરી આર.એ. ત્રિવેદીની સીધી દેખરેખ હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન એસ.વી. વ્યાસ દ્વારા આગામી શનિવાર તારીખ ૮ મીના રોજ સમગ્ર જિલ્લામાં આવેલી તમામ અદાલતોમાં લાંબા સમયથી પેન્ડિંગ રહેલા અને હાઈકોર્ટ દ્વારા ટાર્ગેટેડ કેસ તરીકે આઇડેન્ટીફાઇડ કરવામાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એક્ટ, સિવિલ સ્યુટ કેસો, એમ.એ.સી.પી.ના કેસો, એલ.એ.આર.ના કેસો તથા મેટ્રીમોનિયલ કેસો (છૂટાછેડા સિવાય) માટે સ્પેશિયલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પેશિયલ લોક અદાલતમાં લાંબા સમયથી પેન્ડિંગ રહેલા અને નામદાર હાઈકોર્ટ દ્વારા ટાર્ગેટેડ કેસ તરીકે નેગોશિયેબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એક્ટ, સિવિલ સ્યુટ કેસો, એમ.એ.સી.પી.ના કેસો, ન્છઇ ના કેસો તથા મેટ્રીમોનિયલ કેસો (છૂટાછેડા સિવાય) કેસોનું ત્વરિત નિકાલ થાય તે માટે ડી.એલ.એસ.એ. દ્વારા અદાલત વાઇઝ કન્સિલિયેશન અંગેની ડેડીકેટેડ બેંચો તાલુકાથી માંડીને જિલ્લા સુધીની બનાવવામાં આવી છે. જેથી જિલ્લાની અદાલતમાં આઇડેન્ટીફાઇડ કરવામાં આવેલા આ કેસના ત્વરિત નિકાલ થાય તે માટે સંલગ્ન પક્ષકારો અને વકીલોએ જે-તે વિસ્તારમાં આવેલી નજીકની કોર્ટ તાલુકા કાનૂની સેવા સમિતિ, ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર, દ્વારકા અને ઓખામાં સંપર્ક કરવા અથવા વિકલ્પે ખંભાળિયામાં સલાયા રોડ ઉપર આવેલા જિલ્લા ન્યાયાલય – જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ખાતે સંપર્ક કરવા કે કચેરીના ટેલિફોન નંબર – ૦૨૮૩૩-૨૩૩૭૭૫ પર સંપર્ક કરવા અથવા ઈ – મેઈલ ઃ ઙ્ઘઙ્મજટ્ઠારટ્ઠદ્બહ્વરટ્ઠઙ્મૈટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ મારફતે સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. આ અંગે કોઈ પણ કાનૂની સહાય મેળવવા નાલસા હેલ્પલાઇન નંબર ૧૫૧૦૦ ઉપર સંપર્ક કરવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા અપીલ કરવામાં આવી છે.