ગીર સોમનાથ જિલ્લા કક્ષા ખેલ મહાકુંભ ૩.૦ ૨૦૨૫ની અંડર -૧૭ જિલ્લા કક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધા તારીખ ૩-૨-૨૦૨૫ની સોમનાથ એકેડેમી મુકામે યોજાય હતી. જેમાં જિલ્લાભરમાંથી જુદી જુદી શાળાની બહેનોએ ભાગ લીધો હતો. જેમાં સોમનાથ ડીએલએસએસમાં અભ્યાસ કરતાં વાઢેર દીક્ષિકાબેન માવજીભાઈને ૧૦૦ મીટર તેમજ ૨૦૦ મીટર દોડમાં ભાગ લીધો હતો. બંને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે અને આગમી સમયમાં રાજ્ય કક્ષા ખાતે રમવા જશે. આ વિજેતા ખેલાડીને શાળા પરિવાર વતી સોમનાથ એકેડેમીના પ્રમુખ કરસનભાઈ સોલંકી, જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજીભાઈ ભાલીયા કબડ્ડી રમતના ડિસ્ટ્રિક્ટ કોચ રીટાબેન ચૌધરી, ડીએલએસએસ મેનેજર રણજીતભાઈ દાહીંમા, સ્પોસ્ટ ડાયરેક્ટર સંજયભાઈ સોલંકી, કેમ્પસ ડાયરેક્ટર કુણાલભાઈ સોલંકી, એથ્લેટીક્સ કોચ મિસ્ત્રી ગજાનંદ તેમજ દિનેશભાઈ ડોડીયા બાબુભાઈ ગોહિલ અને સોમનાથ શાળા પરિવાર વતી આ ખેલાડીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવેલ અને આવનારા સમયમાં હજુ પણ વધુમાં વધુ સારૂ પરિણામ રાજ્ય લેવલે તેમજ નેશનલ લેવલે પરિણામ મેળવીને શાળાનું અને જિલ્લાનું નામ રોશન કરે તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. ૨૦૨૪માં મહારાષ્ટ્ર નાગપુર મુકામે ૨૦૦ મીટર નેશનલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને પણ શાળા તેમજ ગુજરાતનું નામ પસંદ કર્યું હતું.