પોથી યાત્રામાં ગાડી ઓની રેલી સાથે યાત્રા નીકળી
માણાવદરમાં પ.પૂ. નેહાલગિરી બાપુના આશ્રમે જ્યાં જંગલમાં મંગળ ક્રિયું છે જ્યાં દિવસે પણ કોય જતા બીક લાગતી આજે રાત્રે કોય પણ નીકળે ત્યારે કહે છે ચીંતા નથી ત્યાં નેહાળગીરી બાપુ આશ્રમે છે અને અંધારા ઉલેચી નાખ્યા છે તેવી રીતે માણાવદર જનતામાં ધર્મ આધ્યાત્મ પ્રગટે અંધારા દૂર કરવા વારંવાર પ્રજા માટે ધર્મની ધજા ફરકે છે અને ફરકાવે છે તેવાજ ઉદ્દેશથી ભાગવ કથાનું આયોજન કરાયું છે. ભાગવત કથામાં પ્રથમ દિવસે પોથી યાત્રામાં ગાડીઓની જંગી રેલી કાઢી હતી. તા.૧૩-૨ થી ૨૦-૨ સુધી કથાનું રસપાન પૂ. કનકેશ્વરી માતાજી દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં જનમેદની ઊમટી પડતાં પંડાલ ભરચક થયો હતો. અગાઉ ૨ વખત માતાજી દ્વારા કથા થાય છે. ફરી ત્રીજી વાર પ.પૂ. કનકેશ્વરી માતાજીની ભાગવત કથા થાય છે. વિશાળ ડોમમાં સુશોભિત કરવામાં આવ્યો છે. રાત્રે તો અનેરો નજારો જાેવા મળે છે. વાણીમાં જણાવેલ જે ધર્મ આધ્યાત્મ કરો ધ્યાન કરો જે ધર્મમાં રસ હોય તે માર્ગ અપનાવો એવો રસ્તો બતાવો બધાને લાગુ પડે ધર્મ આધ્યાત્મ વાળાને શાંતિ મળે છે. અસ્તિત્વથી અનુરાગ થાય છે. ચરિત્ર કથા સાંભળી ચરિત્ર ચોખા થાય જાય તો અંદરથી તેજ પ્રગટ થઈ જાય છે. ચોવીશ ધાતુનું બ્રમહાંડ થાય છે તેમ અંદરથી બ્રહ્માંડ થાય સાચો આનંદ તેજ છે એટલે અંદરથી ધર્મ આધ્યાત્મ જાગે શરીરમાં પ્રગટેલો બ્રહ્મમાં જ બ્રહ્મના દર્શન થાય. વૈદિક વેદથી ચાલે તો થશે સારી રીતે ચિંતન કરવું જાેઈએ. દુરાચારી સાધના કરે તો તેને નુકસાની થાય ચરિત્ર પ્રવિત્ર કરો તો ફાયદો થાય. કથા સ્થળે વિશાળ ડોમમાં હજારો લોકો કથા સંભાળે છે. તમામ સુવિધા રાખી છે. ચા પાણીથી માંડી દરરોજ કથા પૂરી થાય બાદ મહા પ્રસાદ કર્યા બાદ જ જવું ફરજિયાત કરવા અપીલ છે. જનમેદની ઊમટી પડે છે તેજ બતાવે છે લોકોને ધર્મ આધ્યાત્મમાં રસ છે. પૂ. નેહાલગરી બાપુએ જણાવેલ છે દરરોજ સાંજે ૬ઃ૩૦ બાદ કથા રસપાન બાદ મહા પ્રસાદ લયને જ ફરજિયાત જવું અપીલ કરી છે. કથા રસપાનમાં દરરોજ જનમેદની ઉમટી પડે છે અને મંડપ ચક્કાજામ થય જાય છે.