“તેરા તુજકો અર્પણ ” કાર્યક્રમ અંતર્ગત સંજીવની લબોરેટરી વાળાના ફસાયેલાં ૩,૫૦ લાખ પરત મળતા માલીકે કમલાબાગ પોલીસ નો આભાર વ્યક્ત કર્યો
પોરબંદર ના સંજીવની લબોરેટરી વાળાના સસ્તા સોનાના માયાજાળ સ્કિમમાં ફસાયેલાં ૩,૫૦ લાખ પરત મળતા માલીકે કમલાબાગ પોલીસ નો આભાર વ્યક્ત કર્યો. કહેવત છે કે લાલચ બુરી ચીજ છે. આજના આધુનિક યુગમાં લોકોને નિત નવા કિમીયા અજમાવી લોભામણી યોજના સ્કીમો બતાવી અવનવા તરકીબોની લોભામણી સ્કીમો આવી જઈ અજાણી વ્યક્તિ ઉપર તુરંત વિશ્વાસ કરીને પૈસા આપતાં હોય છે અને પાછળથી તેઓ છેતરપિંડી ના ભોગ બનતા હોવાના અસંખ્ય દાખલા બહાર આવતા હોવા છતાં માણસો લાલચમાં છેતરાય જતા હોય છે.
આવો જ બનાવ પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પોરબંદર ના સંજીવની લેબોરેટરી વાળા જીગ્નેશ ઘેટીયા નામના યુવાને સસ્તા સોનાની લાલચમાં આવી સાડા ત્રણ લાખ રૂપિયા ની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ કરતા કમલાબાગ પોલીસે ગુ.ર. નં. ૧૧૨૧૮૦૦૯૨૫૦૦૦૯/૨૦૨૫ બી.એન.એસ.ક-૩૧૬(૨), ૩૧૮(૪),૫૪ મુજબનો ગુન્હો તા.૦૫/૦૧/૨૦૨૫ ના રોજ દાખલ થયેલ કરેલ હતો.
આ ગુન્હામાં કામે ફરીયાદી-જીગ્નેશ પ્રવિણચંદ્ર ઘેટીયા રહે. સંજીવની લેબોરેટરી, પાંજરાપોળ સામે , પોરબંદર વાળાને સોનાનું બીસ્કીટ ખરીદ કરવાનું હોય જેથી ફરીયાદીને લાલચ આપી આંગળીયા મારફતે ગોલ્ડના હોલસેલર હોવાનું કહેનાર (૧)બુલિયન સેલર પ્રિન્સ નામનો વ્યક્તિ સાચા નામની ખબર નથી.(૨) કાનજી ઉર્ફે આરીફ રહે ભુજ ત્રિમંદિર પાછળ સોસાયટી, કચ્છ પશ્વીમ ભુજ તથા બાકીના તપાસમાં ખૂલે તે સામે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ અનુસાર આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ ૧૦ તોલાના સોનાના ૭,૦૦,૦૦૦ બિસ્કીટના એડવાન્સ ૫૦% રકમ આંગડિયા મારફત રૂા.૩,૫૦,૦૦૦/- પડાવી લીધેલ હતા. અને સોનાનું બિસ્કીટ નહીં આપતા ફરિયાદી સાથે રૂપિયા ૩,૫૦,૦૦૦ ની છેતરપિંડી થી વિશ્વાસઘાત કરી એકબીજાને મદદ કરી છેતરપીંડી ની ગત તારીખ ૨૮/૧૧/૨૪ ૨૩/૦૦ થી ૧૨/૧૨/૨૦૨૪ કલાક ૧૧ દરમ્યાન ઘટના બનેલી જે અંગે તા ૦૫/૦૧/૨૫ ના કમલાબાગ પોલીસ માં બી. એન. એસ. એસ.૧૭૩ કલમ ૩૧૬(૨), ૩૧૮(૪), ૫૪ મુજબના નોંધાયેલા ગુન્હાની તપાસ કમલાબાગ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એબી દેસાઈએ તપાસ હાથ ધરી હતી. દરમ્યાન આરોપીઓના પોલીસ દ્વારા સતત તપાસ અને મહેનતના અંતે ફરીયાદી પાસેથી છેતરપીંડીં અને વિશ્વાસઘાતમાં ગયેલ રકમ આરોપીઓ પાસેથી રીકવર કરવામાં આવેલ અને
એકાદ માસના ટુંકા જ સમયગાળામાં ફરીયાદી જીગ્નેશ પ્રવીણચંદ્ર ઘેટીયાને નામદાર કોર્ટ ખાતેથી “તેરા તુજકો અર્પણ” હેઠળ રૂા.૩,૫૦, ૦૦૦/-પરત અપાવડાવી કમલાબાગ પોલીસ સ્ટેશન દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.
આ કામગીરી કરનાર પોલીસ સ્ટેશનના અધિકારી તથા કર્મચારીઃ- પોલીસ ઈન્સપેકટર આર.સી.કાનમીયા તથા એસ.આર.ચૌધરી તથા તપાસ કરનાર અધિકારી પોલીસ સબ ઈન્સપેકટર એ.બી. દેસાઈ સર્વેલન્સ પોલીસ સબ ઈન્સપેકટર તથા પોલીસ હેડ કોન્સટેબલ- બી.પી.માળીયા, એન.ટી.ભટ્ટ, એસ. એમ. જાંબુચા, એસ.એ.બકોત્રા, ચેતનભાઈ જી.મોઢવાડીયા, તથા પોલીસ કોન્સટેબલ- સુરેશ કીશાભાઈ મોરી, સાજનભાઈ રામશીભાઇ વરૂ, વિજય ખીમાભાઈ ભીંભા, દક્ષાબેન ગીજુભાઈ સોલંકી વિગેરે જાેડાયેલ હતા.