શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.૨૫-૦૨-૨૦૨૫ને મંગળવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ૨૦૦ કિલો મોસંબીનો અન્નકૂટ ધરાવાયો હતો. આજે સવારે ૫ઃ૩૦ કલાકે મંગળા આરતી અને સવારે ૭ઃ૦૦ કલાકેશણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. તેમજ મંદિરના પટાંગણમાં મારૂતિયજ્ઞનું આયોજન કરવામા આવેલ, અનેક ભક્તોએ આ અનેરા દર્શનનો ઓનલાઈન તથા પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આજના શણગાર -અન્નકૂટ વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે આજે શ્રીકષ્ટભંજન હનુમાનજી દાદાને પ્યોરસિલ્કના વાઘા અમદાવાદમાં સાત દિવસની મહેનતેએક હરિભક્તના ઘરે બનાવીને મોકલ્યા છે જેમાં આકર્ષક ડીઝાઇન કરવામાં આવી છે. આજે ૨૦૦ કિલો મોસંબીનો અન્નકૂટ દાદાને ધરાવાયો છે તે મોસંબીમહેસાણાથી એક હરિભક્ત લાવ્યા છે જે પ્રસાદમાં ભક્તોને આપશે.