આદિત્યાણા ખાતે આવતીકાલે સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુના ૯પમાં નિર્વાણ દિનની ઉજવણી

0


જીવ અને શિવનું પવિત્ર મિલન કરાવતા શિવરાત્રી પ્રસંગે બરડા પંથકના સંત ત્રિકમાચાર્ય બાપુના ૯પમાં નિર્વાણ દિને તા.ર૬-ર-ર૦રપને બુધવારે ધાર્મિક અને રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે આદિત્યાણા ત્રિકમજી બાપુનું મંદિર તથા બ્રહ્મ સમાજઅને ગામના વિકાસના પોતાનું યોગદાન આપનાર પત્રકાર સ્વ. ભીખુલાલ પંડીતની પુણ્ય સ્મૃતિ નિમીતે આજુબાજુની ગાયોની ગૌશાળાઓમાં ચારોનાખવો, શ્વાનોને લાડુ, સ્કૂલોમાં બાળકોને બિસ્કીટ વિતરણનું આયોજન કરવામાં આવેલ છે. ર૬-ર-ર૦રપને બુધવારે સવારે ૯ થી ૯ઃ૩૦ મહાપુજા આરતી ૯ઃ૩૦ થી ૧ ગાયત્રી પંચકુંડી મહાયજ્ઞ ગાયત્રી પરિવાર દ્વારા કરાવાશે. ફલાહાર બપોરના ૧ કલાકે રાખવામાં આવેલ છે. તા.ર૭-ર-ર૦રપને ગુરૂવારે બપોરના ૧ર કલાકે બ્રહ્મ ચોર્યાસીનું આયોજન કરવામાં આવેલ છે. શિવરાત્રી ઉત્સવના મનોરથી સ્વ. અમૃતલાલ કલ્યાણજી જાેષી પરિવાર તરફથી ગં.સ્વ. અમૃતબેન અમૃતલાલ જાેષી મુળ અડવાણા હાલ મસ્કત પોરબંદર તરફથી અનુદાન મળેલ છે. આ શિવરાત્રી ઉત્સવ પ્રસંગે ઉત્સવના મનોરથી દાતા સિવાય ઉત્સવમાં આવનાર ભાવિકો પાસે દાન અગર ભેટ સ્વીકારવામાં આવતું નથી જેની ભક્તજનોએ નોંધ લેવી. આ શિવરાત્રી પ્રસંગે સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ ત્રિકમાચાર્ય બાપુના ભક્તજનોને પધારવા પ્રકાશ પંડિત, ભલાભાઈ જાેષી, મગનભાઈ જાેષી, બાબુભાઈ જાેષી સહિતનાઓએ અનુરોધ કરેલ છે.

error: Content is protected !!