જૂનાગઢના ખામધ્રોલ પાસે પસાર થતી સોનરખ નદીમાં એક અજાણ્યા પુરૂષની ડેડ બોડી તરતી હોવાનું જાણતા સ્થનિકો એકઠા થયા હતા અને સ્થનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ ટિમ ઘટના સ્થળે આવી આ બોડી ને બહાર નીકળવાની પ્રાથમિક કાર્યવાહી કરેલ હતી. પ્રાથમિક વિગત મુજબ વડાલ ગામના શ્રીનાથ નગરમાં રહેતાં વિનોદભાઈ ઉકા ભાઈ ઝાલા ઉંમર વર્ષ ૫૫ ની હોવાનું બહાર આવેલ છે. પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.